ડાયાબિટીસના દર્દીઓ અકસીર છે બીટરૂટ
શિયાળાની ઋતુમાં લીલા પાંદડાવાળા શાકભાજી સહિત અનેક કંદમૂળ મળી રહે છે જે સ્વાસ્થ્યને અઢળક ફાયદો આપે છે. જેમાંથી એક છે બીટરૂટ, તેના ઉત્તમ રંગ અને સ્વાદ સહિત બીટમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ જેવા ગુણો રહેલા છે.
બીટરૂટ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે, કારણ કે તેમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવાના તમામ ગુણો રહેલા છે. બીટમાં નાઇટ્રેટ હોય છે જે નાઇટ્રિક ઓક્સાઇડમાં બદલાઇ જાય છે અને રક્તવાહિનીના વિસ્તારમાં મદદ કરી પ્રેશરને કંટ્રોલ કરે છે. વળી, બીટનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ બ્લડ શુગરને સરળતાથી મેનેજ કરી શકે છે.
બીટમાં રહેલું ફાઇબર ગ્લાઇસેમિકને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને પાચનને સ્વસ્થ રાખે છે. તે મેન્ગેનિઝનો ઉત્તમ સ્ત્રોત છે જે ઇન્સ્યૂલિનના ઉત્પાદનમાં મદદ કરે છે.
શુગરનો છે ઉત્તમ ઇલાજ
અનેક રિસર્ચમાં સામે આવ્યું છે કે, બીટમાં મોજૂદ બાયોએક્ટિવ કમ્પાઉન્ડ જેમ કે બીટાલેન્સ અને ફેનોલિક કમ્પાઉન્ડમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટી-ઓક્સિડન્ટ્સના ગુણો હોય છે. આ ગુણ ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને સોજા ઘટાડવામાં મદદ કરે છે.
આંખોને નુકસાનથી બચાવશે
ડાયાબિટીસમાં આંખોને સૌથી વધુ નુકસાન પહોંચે છે, બીટરૂટનું સેવન કરવાથી તેમાં રહેલું અલ્ફા લિપોઇક એસિડ આંખોનું રક્ષણ કરે છે અને તેને થતાં નુકસાનથી બચાવ કરે છે. બીટ આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે અને હીમોગ્લોબિન લેવલ પણ વધારે છે.
દરરોજ કેટલી માત્રામાં કરશો સેવન?
ડાયાબિટીસ પેશન્ટ્સ દરરોજ અડધા કપથી એક કપ બીટરૂને કાચું અથવા શાકભાજીમાં ઉપયોગ કરી શકે છે. એક કપ પાકેલા બીટરૂટમાં અંદાજિત 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ રહેલું છે જે બ્લડ શુગર લેવલને અચાનક વધવાથી બચાવે છે.
આ દર્દીઓએ સેવન ટાળવું
બીટમાં ઓક્સાલેટ્સની માત્રા વધુ હોય છે, આ કમ્પાઉન્ડ કિડનીની પથરી બનાવી શકે છે, તેથી પથરીના દર્દીઓએ તેનું સેવન નિયંત્રિત માત્રામાં કરવું જોઇએ. તેમાં નાઇટ્રેટની માત્રાના કારણે સંભવિત રીતે બ્લડપ્રેશરને લૉ કરી શકે છે, તેથી હાઇ બીપીની દવાઓ લેતા દર્દીઓએ તેનું સેવન ટાળવું જોઇએ.
જો તમને કોઇ પણ પ્રકારની એલર્જી હોય તો બીટના વિશિષ્ટ પ્રોટીનના કારણે એલર્જીમાં વધારો થઇ શકે છે, તેનાથી ખંજવાળ, સોજા અથવા શ્વાસ લેવામાં પરેશાની થવી જેવા લક્ષણો જોવા મળે છે.