સર્વાઈકલ કેન્સર શું છે ? જાણો તેના લક્ષણો અને બચાવના પગલા… જાણો શું છે
સર્વાઇકલ કેન્સર એ એક પ્રકારનું કેન્સર છે જે સર્વિક્સ, ગર્ભાશયના નીચેના ભાગમાં શરૂ થાય છે. સર્વાઈકલ કેન્સર મહિલાઓના આ ભાગની કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. જો કે, ઘણા અહેવાલોમાં, એવું માનવામાં આવે છે કે આ કેન્સરનું સ્વરૂપ હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) ના વિવિધ પ્રકારના એચપીવી સ્ટ્રેનને કારણે થવાની સંભાવના વધારે છે.
જ્યારે શરીરમાં આ વાયરસ જાય છે, તે પછી ઘણા વર્ષો સુધી તે મહિલાના શરીરમાં રહે છે અને કેન્સરનું કારણ બને છે પણ દરેક મહિલાઓમાં આ વાયરસ કેન્સરનું રૂપ લઈ શકતો નથી. જે મહિલાઓની ઈમ્યુનિટી કમજોર હોય છે, તેને કેન્સરનું રિસ્ક રહે છે. તેથી એ જરૂરી નથી કે જે મહિલામાં HPV વાયરસ છે, તેને સર્વાઈકલ કેન્સર પણ થઈ જશે પણ જો યોગ્ય સમય પર HPV વેક્સિન લગાવી લો તો આ કેન્સરથી બચાવ શક્ય છે.
ક્યારે લગાવવી જોઈએ વેક્સિન?
દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં આન્કો ગાયનેકોલોજિસ્ટ ડો. સલોની ચઢ્ઢા જણાવે છે કે સર્વાઈકલ કેન્સરથી બચાવ માટે વેક્સિન લગાવવાના ફાયદા 9થી 14 વર્ષની અંદર સૌથી વધારે હોય છે. એટલે કે છોકરી 9 વર્ષની ઉંમર પાર કરી ચૂકી છે તો તેને સર્વાઈકલ કેન્સરની વેક્સિન લગાવવી જોઈએ. જો કે 26 વર્ષની ઉંમર સુધી આ વેક્સિન લગાવવામાં આવી શકે છે પણ વધારે અસર 9થી 14 વર્ષની અંદર થાય છે.
શું 26 વર્ષ બાદ ના લગાવવી જોઈએ વેક્સિન?
આ સવાલના જવાબમાં ડો.સલોની કહે છે કે એવુ નથી કે 26 વર્ષ બાદ વેક્સિન ના લગાવવી જોઈએ. મહિલાઓ આ રસી લઈ શકે છે. જો કે તેની અસર વધારે રહેશે નહીં પણ આ વેક્સિન HPV વાયરસના ઘણા પ્રકારના સ્ટ્રેનથી બચાવ કરી શકે છે. જો કોઈ મહિલાના શરીરમાં એચપીવી વાયરસ છે તો પણ તે રસી લગાવી શકે છે. જો કે સલાહ એ પણ છે કે આ રસી 9થી 14 વર્ષની અંદર લગાવી લે તો સૌથી વધારે ફાયદો થશે. આ ઉંમરમાં રસીકરણથી ભવિષ્યમાં સર્વાઈકલ કેન્સર થવાની આશંકા ખુબ જ ઓછી થઈ જશે.
મહિલાઓને કઈ વાતનું રાખવુ પડશે ધ્યાન?
ડો. કપૂર કહે છે કે સર્વાઈકલ કેન્સરથી બચાવ માટે જરૂરી છે કે મહિલાઓ અસુરક્ષિત યૌન સંબંધ ના બનાવે અને એકથી વધુ પાર્ટનરની સાથે શારિરીક સંબંધ ના રાખે. તે સિવાય એ પણ જરૂરી છે કે પર્સનલ હાઈજીનનું ધ્યાન રાખે અને ધ્રૂમપાન અને દારૂની કુટેવથી બચો. જે મહિલાઓએ સર્વાઈકલ કેન્સરની વેક્સિન લીધી નથી તે ગભરાય નહીં પણ સાવધાની રાખે અને પોતાના ડોક્ટરની સલાહ લઈને રસીકરણ કરાવો.
કયા લઈ શકો છો વેક્સિન?
તમે સર્વાઈકલ કેન્સરની વેક્સિનને હોસ્પિટલમાં લગાવી શકો છો. હાલ આ વેક્સિનની કિંમત 2000થી લઈ 5000 સુધી છે પણ ઝડપી જ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા સર્વાઈકલ કેન્સરની વેક્સિન લોન્ચ કરશે, જેની કિંમત 200થી 400 રૂપિયા પ્રતિ ડોઝ હશે.