‘પંચાયત-૩’ના ટ્રેલરની રિલીઝ ડેટ થઈ જાહેર નવું પોસ્ટર આવતા દર્શકોની વધી આતુરતા
થોડા સમય પહેલા જ વેબ સિરીઝ પંચાયત-૩ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદથી દર્શકો આ સિરિઝને લઈને ઉત્સાહમાં છે. હવે દર્શકો માટે વધુ એક ખુશખબરી આવી રહી છે. જલ્દી જ આ સિરિઝનું ટ્રેલર આવી રહ્યું છે.
વેબ સિરીઝ પંચાયતની સિઝન ૩માં સચિવજીથી લઈને પ્રધાનજી, બનરાકસ અને બીનોદ બધા એકવાર પાછા ફરી રહ્યા છે. પ્રાઇમ વિડિયોની ખૂબ જ જાણીતી વેબ સિરીઝ અંગે થોડા સમય પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે, આ સિરીઝ ૨૮મેના રોજ રિલીઝ કરવામાં આવશે.
હવે પંચાયત-૩ના ટ્રેલર રિલિઝની ડેટ નક્કી થઈ ગઈ છે. આ સિરિઝનું એક નવું પોસ્ટર પણ સામે આવ્યું છે. જેમાં ગામના લોકો લાકડી-ડંડા લઈને ઝગડો કરતાં નજરે પડે છે. આ પોસ્ટર બનરાકસનું પાત્ર ભજવનાર દુર્ગેશ કુમારે સોશયલ મીડિયામાં શેર કર્યું છે. સાથે એમણે જણાવ્યું છે કે, ટ્રેલર તા.૧૭ના રોજ રિલીઝ કરવામાં આવશે. જેને લઈને દર્શકોની આતુરતા વધી છે.