રાઘવ જુયાલની સિરીઝ “ગ્યારહ ગ્યારહ”ની રિલીઝ ડેટ થઈ કન્ફર્મ
રોમાંચ, સસ્પેન્સ, ડ્રામાથી ભરેલી વેબ સિરીઝ જી-5 પર થશે રિલીઝ
કરણ જોહરની આગામી વેબ સિરીઝ “ગ્યારહ ગ્યારહ” છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. હાલમાં આ સિરિઝનું ટીઝર જાહેર કરવામાં આવ્યું હતું. જે જોઈને દર્શકો હવે તેની રિલિઝની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે નિર્માતાએ આ સિરીઝની રિલીઝ ડેટ પરથી પડદો ઉઠાવી લીધો છે.
વેબ સિરીઝ “ગ્યારહ ગ્યારહ”માં કૃતિકા કામરા, ધૈર્ય કારવા અને રાઘવ જુયાલ લીડ રોલમાં છે. આ સિરિઝને કરણ જોહર, અપૂર્વ મહેતા અને ગુનીત મોંગાએ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. જ્યારે ઉમેશ બિષ્ટે ડાયરેક્ટ કરી છે. નિર્માતાએ સિરિઝનું પોસ્ટર જાહેર કર્યું છે જેમાં ધૈર્ય અને રાઘવ જુયાલ વોકી-ટોકી પર વાત કરતાં નજરે પડે છે. આ સિરીઝમાં ત્રણ અલગ-અલગ દશક 1990, 2000 અને વર્ષ 2016ની વાર્તા દેખાડવામાં આવી છે.
કરણ જોહરે કહ્યું હતું કે, “ગ્યારહ ગ્યારહ” એક સામાન્ય પોલીસ પ્રોસીઝરલ સિરીઝથી ઘણી વધારે છે. આ સિરીઝમાં રહસ્ય અને ફિલોસફીનું પોતાનું મહત્વ છે. આ સિરીઝ દર્શકોને સીટ સાથે બાંધી રાખશે. હવે દર્શકો માટે આ પહેલી ઉકલેવાનો સમય આવી ગયો છે. ઉમેશ બિષ્ટે જણાવ્યું હતું કે, દર્શકોને એક રોમાંચક વાર્તાનો સ્વાદ મળશે. જે સમયને એકબીજા સાથે જોડે છે. આ સિરીઝમાં સસ્પેન્સ, ડ્રામા, રોમાંચ સહિત તે બધુ જ છે જે એક ઈન્ટરનેટ ફિલ્મમાં હોય છે. તમને જણાવી દઈએ કે, આ સિરીઝ 9 ઓગસ્ટના રોજ જી-5 પર રિલીઝ થવાની છે.
