આવી ગઈ “ચંદુ ચેમ્પિયન”ની ઓટીટી રિલીઝ ડેટ
કાર્તિક આર્યનનો દમદાર અભિનય હવે જોવો ઘરે બેઠા
કબીર ખાનની ફિલ્મ “ચંદુ ચેમ્પિયન”માં કાર્તિક આર્યનની દમદાર એક્ટિંગ જોવા મળી હતી. ગત મહિને એટલે કે, 14મી જુલાઈએ થિયેટર્સમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં કાર્તિક ઉપરાંત રાજપાલ યાદવ, ભુવન આરોડા, વિજય રાજ અને અનિરુદ્ધ દેવ પણ છે. જો તમે આ ફિલ્મ થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હોય તો હવે તેને તમે ઘર બેઠા જોઈ શકશો. કારણે તેની ઓટીટી રિલીઝ ડેટ સામે આવી છે.
ફિલ્મ “ચંદુ ચેમ્પિયન”માં કાર્તિક આર્યનએ મુરલીકાંત પેટકરનું પાત્ર ભજવ્યું છે. મુરલીકાંત ભારતના પહેલા પૈરાલિંપિક ગોલ્ડ મેડલ વિજેતા છે. લાખો-કરોડો લોકોને પ્રેરણા આપતી આ ફિલ્મ હવે તમે ઘરે બેઠા જોઈ શકશો. ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વિડીયો પર રિલીઝ થનારી આ ફિલ્મ 9 ઓગસ્ટે જોઈ શકાશે.
તમને જણાવી દઈએ કે, આ બાયોગ્રાફીકલ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મને સાજીદ નડિયાદવાળાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મે પહેલા હપ્તે 35.25 કરોડ, બીજા હપ્તે 20.25 કરોડ અને ત્રીજા હપ્તે 4.85 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે દેશમાં બોક્સ ઑફિસ પર 61.8 કરોડ અને વર્લ્ડવાઈડ 87.25 કરોડનું કલેક્શન કર્યું હતું.