હોરર-કોમેડી ફિલ્મ “munjya” ઓટીટી પર આ તારીખે થશે રિલીઝ
- થિયેટરમાં આ હોરર-કોમેડી ફિલ્મે મચાવી છે ધમાલ: હવે તમે જોઈ શકશો ઘરબેઠા
હોરર-કોમેડી ફિલ્મ “મુંજયા”એ થિયેટરમાં ખૂબ ધમાલ મચાવી છે. ૭ જૂને થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં શરવરી વાઘ, અભય વર્મા અને મોના સિંહ જેવા કલાકાર સામેલ છે. હવે મુંજયા ફિલ્મ ઓટીટી પર આવવા તૈયાર છે અને તેની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.
શરવીર વાઘ અને અભય વર્માની ફિલ્મ મુંજયાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યાં બાદ હવે ઓટીટી પર આવવા તૈયાર છે. સૂત્રોની માનીએ તો આ ફિલ્મ ઓગસ્ટમાં ઓટીટી પ્લેટફોમ ડિઝની હોટસ્ટાર પર જોઈ શકાશે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત થઈ નથી.
આ ફિલ્મની વાર્તા ૧૯૫૨થી શરૂ થાય છે. એક નાના ગામમાં ગોટયા નામનો છોકરો હોય છે. જેને તેની માતા લાકડી મારતી હોય છે કારણ કે, તે તેનાથી ૭ વર્ષ મોટી છોકરી મુન્નીને પ્રેમ કરતો હોય છે. મુન્નીના લગ્ન થઈ જાય છે અને બીજી તરફ ગોટયાના જનોઈ સંસ્કાર થાય છે. પરંતુ આ વચ્ચે કઈક એવુ થાય છે કે, ગોટયાનું મૃત્યુ થઈ જાય છે.
એવું કહેવાય છે કે, જો કોઈ છોકરાનું મોત જનોઈ સંસ્કારના ૧૦ દિવસમાં થાય છે તો કોઈ ઝાડ નીચે તેની અસ્થિને દાટી દેવામાં આવે છે અને તેની આત્માને ઝાડ સાથે બાંધી દેવામાં આવે છે. જો આવું ન કરવામાં આવે તો તેની આત્મા બ્રહ્મ રાક્ષસ બની જાય છે. જેને મુંજા કહે છે. હવે આ ફિલ્મ ઓટીટી પેલટફોમ પર રિલીઝ થવા માટે ત્યાર છે ત્યારે તમે પણ ઘરે બેઠા આ ફિલ્મ જોઈ શકશો.