ફિલ્મ ‘રાક્ષસ’માં નેગેટિવ રોલમાં જોવા મળશે રણવીર સિંહ : જાણો ક્યારે થશે રિલીઝ
બૉલીવુડના લોકપ્રિય અભિનેતા રણવીર સિંહ અવાર-નવાર લાઈમલાઇટમાં રહેતા હોય છે. પોતાની જબરજસ્ત એક્ટિંગથી લોકોનર આકર્ષિત કરનાર રણવીર સિંહ વધુ એક ધમાકેદાર ફિલ્મમાં જોવા મળશે. વર્ષ 2024 રણવીર સિંહ માટે ઘણું સારું સાબિત થઈ રહ્યું છે. તે સતત ઘણી ફિલ્મો સાઈન કરી રહ્યો છે. અભિનેતા પાસે પહેલાથી જ ડિરેક્ટર ફરહાન અખ્તરની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ડોન 3’ છે. આ સિવાય રણવીર પાસે ડિરેક્ટર શેટ્ટીની કોપ બ્રહ્માંડની મેગા બજેટ ફિલ્મ ‘સિંઘમ અગેન’ પણ છે. હવે રણવીર સિંહે બીજી ફિલ્મ સાઈન કરી છે. રણવીર હવે ડાયરેક્ટર પ્રશાંત વર્માની ફિલ્મ રાક્ષસમાં જોવા મળશે.
Prasanth Varma and Ranveer Singh collab for #Rakshas !
— CineHub (@Its_CineHub) April 29, 2024
Finally an exciting #RanveerSingh film ???????????? pic.twitter.com/JylGXy3BHQ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીર સિંહ ટૂંક સમયમાં સાઉથની ફિલ્મોમાં જોવા મળી શકે છે. આ માટે રણવીરે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘હનુમાન’ના ડિરેક્ટર પ્રશાંત વર્મા સાથે હાથ મિલાવ્યા છે. તેની ફિલ્મ સુપર ડુપર હિટ રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રશાંતને એક્ટરનું કામ ઘણું પસંદ છે. પ્રશાંત અને રણવીર ફિલ્મ રાક્ષસને લઈને સતત મીટિંગ કરતા હતા. મીટિંગ દરમિયાન પ્રશાંતે રણવીરને ફિલ્મની વાર્તા સંભળાવી અને તેને ખૂબ જ ગમી. રણવીરે પ્રશાંત સાથે ડીલ ફાઈનલ કરી લીધી છે. હાલમાં આ ફિલ્મનું નામ ‘રાક્ષસ’ રાખવામાં આવ્યું છે.
ફિલ્મ ‘રાક્ષસ’માં રણવીર સિવાય અન્ય કોઈ સ્ટારનો સંપર્ક કરવામાં આવ્યો નથી. હાલમાં આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેના પર પડદો ઊંચકાયો નથી. ”રાક્ષસ” એ આઝાદી પહેલાના સમયની પૌરાણિક પૃષ્ઠભૂમિ પર આધારિત પિરિયડ ફિલ્મ હોવાનું કહેવાય છે. ફિલ્મમાં રણવીરનું પાત્ર નેગેટિવ હોઈ શકે છે.
રણવીર છેલ્લે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની આલિયા ભટ્ટ સાથેની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ સિવાય રણવીર ડિરેક્ટર આદિત્ય ધરની અનામી ફિલ્મમાં પણ જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. જોકે, રણવીર સિંહ ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળશે. ઉપરાંત, રણવીર ટૂંક સમયમાં ડિરેક્ટર ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન 3’નું શૂટિંગ શરૂ કરશે.
