રણવીર સિંહે ડીપફેક વિડીયો મામલે નોંધાવી FIR: જુઓ ઓરીજનલ વિડીયો અને ડીપફએક વિડીયો
AI જેટલું લોકો માટે ઉપયોગી છે તેટલું જ હાનિકારક પણ છે છેલ્લા ઘણા સમયમાં AI મારફતે અનેક બૉલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓના ફેક વિડીયો વાયરલ થયા હતા ત્યારે રણવીર સિંહનો એક નકલી વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એક રાજકીય પક્ષને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. રણવીર સિંહે આ મામલે કડક કાર્યવાહી કરી છે. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અગાઉ, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા, તેણે ચાહકોને આ પ્રકારના ડીપફેક વીડિયોથી દૂર રહેવાનું સૂચન પણ કર્યું હતું.
બૉલીવુડના અનેક અભિનેતા અને અભિનેત્રીના ડીપફેક વિડીયો બનાવવામાં આવ્યા છે ત્યારે બૉલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહનો ડીપફેક વિડીયો વાયરલ થાય બાદ થોડી જ ક્ષણોમાં સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે તે નકલી છે. રણવીર સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લોકોને આ બાબતે જાગૃત કર્યા છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘મિત્રો, ડીપફેકથી બચો’.
1856
— D-Intent Data (@dintentdata) April 18, 2024
ANALYSIS: Fake
FACT: A digitally altered video of actor Ranveer Singh is being circulated, and he can be heard criticizing the BJP government. The fact is that this video has been digitally altered. In the original video, the actor can be heard speaking about (1/2) pic.twitter.com/H88VmfERSb
ફેક વીડિયોમાં જોઈ શકાય છે કે રણવીર સિંહ ન્યૂઝ એજન્સી ANIને ઈન્ટરવ્યુ આપી રહ્યો છે. ખરેખર, આ અભિનેતાની વારાણસીની મુલાકાતની ક્લિપ છે. પરંતુ, આ અસલી વીડિયોને એ રીતે એડિટ કરવામાં આવ્યો હતો કે નકલી વીડિયોમાં રણવીર સિંહ સરકારની ટીકા કરતો જોવા મળે છે.
હાલ ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રણવીર સિંહ પહેલા આમિર ખાન પણ ડીપફએક વિડીયોનો શિકાર થાય હતા. આ મામલે મિસ્ટર પરફેક્શનિસ્ટે એટલે કે આમિર ખાને પણ તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આમિર ખાનના પ્રવક્તા દ્વારા યોગ્ય નિવેદન જારી કરવામાં આવ્યું હતું અને સ્પષ્ટતા આપવામાં આવી હતી.