ભારતમાં રિલીઝ થશે પાકિસ્તાની વેબ સિરીઝ “બરઝખ” : 8 વર્ષ બાદ ફવાદ ખાન હવે સિરિઝમાં જોવા મળશે
વોઇસ ઓફ ડે, રાજકોટ
ભારતમાં એક સમય હતો કે જ્યારે પાકિસ્તાની ટેલી શો છવાયેલા રહેતા હતા. આ બધામાં પાકિસ્તાની શો જેમાં જે શો અને તેની સ્ટાર કાસ્ટ સૌથી વધુ ચર્ચામાં હતા તે હતો “જીંદગી ગુલઝાર હૈ”. આ શોમાં ફવાદ ખાન અને સનમ સઇદ મુખ્ય ભૂમિકામાં હતા. આ બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ શોની રિલિઝના ૧૨ વર્ષ પછી પણ લોકો આ જોડીને જોવાનું પસંદ કરે છે. હવે ૧૨ વર્ષ પછી આ જોડી ફરી જોવા મળવાની છે.
પાકિસ્તાની વેબ સિરીઝ “બર્જખ”ના પ્રીમિયારને લઈને સમાચાર આવ્યા છે. રિપોર્ટનું માનવામાં આવે તો આ ડ્રામા સિરીઝ ભારતમાં ૧૯ જુલાઇએ ઓટીટી પ્લેટફોર્મ જી-૫ પર રિલીઝ થવાની છે. આ શોની વાત કરવામાં આવે તો આ શો એક ૭૬ વર્ષના વ્યક્તિની જીંદગી પર આધારિત છે. જે પોતાના અલગ રહેતા છોકરાઓ અને પૌત્ર-પૌત્રીઓને વૈલી રિસોર્ટમાં પોતાના લગ્નમાં સામેલ થવા માટે આમંત્રણ આપે છે.
સિરીઝની વાર્તા પાકિસ્તાનના ગિલગીત-બાલ્ટીસ્તાન ક્ષેત્રના હુંજા વૈલીમાં સેટ છે. આ સિરીઝના ૬ એપિસોડ છે. બર્જખ સિરીઝ આસિમ અબ્બાસીએ ડાયરેક્ટ કરી છે. સિરીઝ અંગે વાત કરતાં ડાયરેક્ટર આસિમે કહ્યું હતું કે, બધા વાર્તાકાર પોતાની કારકિર્દીમાં આગળ વધવાના સપના જોવે છે. બર્જખ દ્વારા હું મારી કારકિર્દીમાં કઈક એવું કરવાના પ્રયત્ન કરી રહ્યો છુ કે જે આધ્યાત્મિક અને વધારે મજેદાર હોય. આ પ્રેમ અને આસ્થાની વાર્તા છે. આ એવા વ્યક્તિઓ વિશે છે જે કનેક્શન શોધી રહ્યા છે.
