‘મડગાંવ એક્સપ્રેસ’ ઓટીટી પર થઈ રિલીઝ
કૃણાલ ખેમુના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ થિયેટરમાં ધમાલ મચાવ્યાં બાદ ઓટીટી પર થઈ રહી છે સ્ટ્રીમ
કૃણાલ ખેમુના ડાયરેક્શનમાં બનેલી પહેલી ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ આ વર્ષની શરૂઆતમાં માર્ચ મહિનામાં થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ કોમેડી ફિલ્મમાં પ્રતિક ગાંધી, અવિનાશ તિવારી, દિવ્યેન્દુ અને નોરા ફતેહી છે. થિયેટરમાં રિલીઝ થયા બાદ ફિલ્મ ઓટીટી પ્લેટ ફોર્મ પર પણ આવી ગઈ છે.
મડગાંવ એક્સપ્રેસમાં નાનપણના ત્રણ મિત્રોની વાર્તા દેખાડવામાં આવી છે. જે ગોવા જવા માટે નીકળે છે. બાદમાં તેઓ ખુદ અપરાધની દુનિયામાં ફસાઈ જાય છે. એમેઝોન પ્રાઇમ વિડીયોએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મડગાંવ એક્સપ્રેસની પોસ્ટ શેર કરીને ઓટીટી રિલીઝ અંગે જાહેરાત કરી હતી. આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર ઉપલબ્ધ છે અને સ્ટ્રીમ થઈ રહી છે. તમે ઘર બેઠા મડગાંવ એક્સપ્રેસ જોઈ શકો છો.
કૃણાલે મડગાંવ એક્સપ્રેસ-૨ અંગે પોતાની પ્લાનિંગને લઈને વાત કરી હતી અને એણે કહ્યું હતું કે, લાગે છે કે બીજા ભાગ માટે લખવાનું શરૂ કરવું પડશે. જો કે, એવું કરવું ત્યારે સાચું લાગશે જ્યારે વાર્તા પહેલા ભાગ કરતાં વધારે મજબૂત હોય. એમણે વધુમાં કહ્યું હતું કે, પહેલી ફિલ્મથી કોઈને કોઈ જ આશા હોતી નથી. પરંતુ તે જ્યારે હિટ જાય છે ત્યારે બીજા ભાગમાં લોકોની આશા પ્રમાણે કામ કરવું પડે છે.