જામનગર બન્યું જશ્નનગર : પ્રિ-વેડિંગ સમારોહ સંપન્ન
અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં શાહરૂખ ખાને લગાવ્યો ‘જય શ્રી રામ’નો નારો
,
જામનગર ખાતે ત્રણ દિવસના પ્રી-વેડિંગ ફંક્શનનું શાનદાર સમાપન થયું છે. ત્રણ દિવસના જશ્નમાં બોલિવૂડથી લઈને ક્રિકેટ જગતની તમામ મોટી સેલિબ્રિટીઓએ જોડાઈ હતી. આ પ્રી-વેડિંગ ફંક્શનનાં અંતિમ દૌરમાં બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને ધૂમ મચાવી હતી. કિંગ ખાને માત્ર સ્ટેજ પર જ ડાન્સ જ નહતો કર્યો પરંતુ શાનદાર નાઈટને હોસ્ટ પણ કરી હતી.
શાહરૂખે મહેમાનોનું ‘જય શ્રી રામ’ કહીને સ્વાગત કર્યું હતું. તેણે તેને ખૂબ જ શ્રેષ્ઠ રીત ગણાવી હતી. આ ઉપરાંત શાહરૂખે અંબાણી પરિવારની મહિલાઓને દેવી ગણાવી હતી. શાહરૂખ ખાને આ ઈવેન્ટમાં ‘ઝૂમ જો પઠાણ’ પર સોલો પરફોર્મન્સ આપ્યું હતું. આ સિવાય તેણે સલમાન અને આમિર ખાન સાથે પણ ડાન્સ કર્યો હતો. બોલિવૂડના ત્રણેય ખાને સ્ટેજ પર ‘નાટૂ નાટૂ’ ગીત પર ડાન્સ કર્યો હતો.
આ ઉપરાંત રણબીર કપૂર, આલિયા ભટ્ટ, જહાનવી કપૂર, અનન્યા પાંડે, કરીના કપૂર, વગેરેએ પણ ડાન્સ કર્યો હતો. આ સમારોહમાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ પણ હાજરી આપી હતી.