જોવાનુ મન થાય એવી 2024ની હિન્દી ફિલ્મો, જુઓ કઈ કઈ છે
2023 એ ઇન્ડિયન સિનેમામા થીએટરોના કમબેક તરીકે ગણાવી શકાય. કોરોના પછી લોકો સિનેમાગૃહ સુધી જશે કે કેમ તે સવાલ બધાને સતાવતો હતો. એમા યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત બે ફિલ્મો ‘પઠાણ’ અને ‘ટાઈગર ૩’એ આ વર્ષે ધૂમ મચાવી દીધી. શાહરૂખ ખાનનુ જબરદસ્ત પુનરાગમન થયુ. ૨૦૨૩ મા બોલીવુડ કહેવાતી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક પછી એક એવી મોટી ને સફળ ફિલ્મો રજુ કરી કે જાણે દર્શકોએ પણ કહી દીધુ કે અમે અમારા ઘરના હોમ થીએટર કરતા મોટી સ્ક્રીન ધરાવતા કોમર્શીયલ થીએટરમા જ ફિલ્મ જોવાનુ પસદ કરશુ. સફળતાનો આ ટે્રન્ડ આ ઇન્ડસ્ટ્રી આગળ ધપાવવા માગતી હોય એમ આવતા વર્ષે પણ મસમોટી ફિલ્મો આવી રહી છે. સાથે સાથે ૨૦૨૪મા રિલીઝ થનારી બોલિવૂડ ફિલ્મો પાસેથી દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે. આમાથી ઘણી મોટા બેનરની ફિલ્મો છે જેમા હિટ જાય એવા ચાન્સ સૌથી વધુ છે.
સિઘમ અગેઇન

સિઘમ એ ઓડીયન્સની ઓલટાઈમ ફેવરીટ ફિલ્મોમાની એક છે અને હવે સિઘમ અગેઇન પણ આગામી ફિલ્મોની લાઇનમા છે. કહેવાની જરૂર નથી કે તે એક એક્શન મૂવી છે. રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત અને યુનુસ સજાવલ, શાતનુ શ્રીવાસ્તવ અને મિલાપ ઝવેરી દ્વારા લેખિત આ ફિલ્મમા દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર, અજય દેવગન, રણવીર સિહ, ટાઈગર શ્રોફ, કરીના કપૂર હશે. રોહિત શેટ્ટીની છેલ્લી ફિલ્મ સરકસ ફ્લોપ ગઈ હતી. જોઈએ કે અજય દેવગણ અને રોહિત શેટ્ટીની જોડી આ વખતે કેવી કમાલ કરે છે.
યોદ્ધા

યોદ્ધા એ સાગર અબ્રે અને પુષ્કર ઓઝા દ્વારા નિર્દેશિત એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમા સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના અને દિશા પટણી મુખ્ય ભૂમિકામા છે, સાથે સેમી જોનાસ હેની, શારિક ખાન અને અન્ય ઘણા લોકો સહાયક ભૂમિકામા છે. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી જિષ્ણુ ભટ્ટાચારીએ સભાળી હતી અને આરિફ શેખે એડિટિગ કર્યું છે. સગીત શાતનુ મોઇત્રા, સન્ની બાવરા અને ઇન્દર બાવરાએ આપ્યુ છે, જ્યારે બેકગ્રાઉન્ડ મ્યુઝીક જ્હોન સ્ટુઅર્ટ એડુરીએ કમ્પોઝ કર્યું છે. આ ફિલ્મનુ નિર્માણ હીરો યશ જોહર, કરણ જોહર અને શશાક ખેતાન દ્વારા ધર્મા પ્રોડક્શન્સ અને મેન્ટર ડિસિપલ ફિલ્મ્સના બેનર હેઠળ કરવામા આવ્યુ હતુ. એક એક્શન થ્રિલરની જેમ, યોદ્ધા એક આતકવાદી દ્વારા પ્લેન હાઇજેક કર્યા પછી મુસાફરોને બચાવવાનો પ્રયાસ કરતા સૈનિકોની વાર્તા દર્શાવે છે, પરતુ ફ્લાઇટના એન્જિનને નુકસાન થયુ હતુ, જેના કારણે સૈનિકો અને મુસાફરોને ભારે મુશ્કેલીમા મુકાયા હતા. વાર્તા રસપ્રદ છે. જોઈએ, ફિલ્મ કેવીક છે.
હાઉસફુલ 5

આ કોમેડી-ડ્રામા ફિલ્મ ૨૦૨૪ મા સિનેમાઘરોમા આવશે, જેનુ નિર્દેશન તરુણ મનસુખાની દ્વારા કરવામા આવ્યુ છે અને સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત છે. તે ૨૦૨૪ ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાની એક છે કારણ કે તે હાઉસફુલ ફ્રેન્ચાઇઝીનો ૫મો હપ્તો છે અને આ ફિલ્મ માટે દર્શકોમા ઉત્તેજનાનુ સ્તર ઘણુ વધુ જોઈ શકાય છે. અક્ષય અને રિતેશ ફરી એકવાર સાથે જોવા મળશે જે હમેશા અદ્ભુત રહ્યુ છે. અત્યાર સુધી જેટલી પણ હાઉસફૂલ આવી એમાથી એક પણ બોક્સ ઓફીસ ઉપર નિષ્ફળ ગઈ નથી.
ફાઈટર

રિતિક રોશન અને ટાઈગર શ્રોફની વોર હીટ ગઈ તો એ જ લાઈન ઉપર ફાઈટર બનાવવામા આવી. પહેલીવાર રિતિક અને દીપિકા સ્ક્રીન પર સાથે છે માટે દર્શકોમા ઉત્સાહ પહેલા કરતા વધારે છે. બને કલાકારો ખુબ પોપ્યુલર હોવાથી યગસ્ટર્સમા તેનો ક્રેઝ છે. હૃતિક અને દીપિકા ઉપરાત, સિદ્ધાર્થ આનદ ડિરેક્ટર છે. લેખકોમ રેમન ચિબ્બ, અબ્બાસ દલાલ, હુસૈન દલાલ અને સિદ્ધાર્થ આનદ છે, ઘૂઘરુ ગીત જેવુ જ તેનુ એક ગીત ઓલરેડી ઘણે ઠેકાણે સભળાઈ રહ્યુ છે. લવ સ્ટોરી, સસ્પેન્સ, ફાઈટીંગ અને ટ્વીસ્ટ આ ફિલ્મમા હશે તેવુ લાગી રહ્યુ છે.
બડે મિયા છોટે મિયા

એક સાથે બે માર્શલ આર્ટસ આર્ટીસ્ટ એક ફિલ્મમા કામ કરે તો એ ફિલ્મ વધુ કોમર્શીયલ બની શકે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ બને તેમના સ્ટટ માટે જાણીતા છે અને તેમની એક્શન ફિલ્મો માટે તેઓ ખૂબ જ લોકપ્રિય છે. જો કે ટાઈગરે આની પહેલા રિતિક સાથે કામ કરેલુ છે તો હવે અક્ષય કુમાર સાથે. આ ફિલ્મ એક્શન કોમેડી હોઈ શકે. ટૂકમા, ટાઈગર શ્રોફ કુદકા મારી શકે છે પણ એકલે હાથે સોલો હીરો તરીકે ફિલ્મને સફળ બનાવી શકતો નથી- એવુ લાગે છે.
ચદુ ચેમ્પિયન

બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ચદુ ચેમ્પિયનની વાર્તા અને પટકથા કબીર ખાન અને સુમિત અરોરા દ્વારા લખવામા આવી છે, જ્યારે રોહિત શુક્રેએ ફિલ્મના સવાદો લખ્યા છે. આ ફિલ્મનુ નિર્દેશન પણ કબીર ખાને કર્યું છે. કાર્તિક આર્યન, શ્રદ્ધા કપૂર અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામા છે, જેમા એડોનિસ કપ્સાલિસ, ભુવન અરોરા, પલક લાલવાણી અને અન્ય સહાયક ભૂમિકાઓ ભજવી છે. સુદીપ ચેટર્જીએ ફિલ્મોની સિનેમેટોગ્રાફી સભાળી હતી અને બજરગી ભાઈજાન અને ક્રિકેટ ડ્રામા ૮૩ જેવી વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મો પણ કબીર ખાન ફિલ્મ્સ, નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને સ્ટાર સ્ટુડિયોના બેનર હેઠળ સાજિદ નડિયાદવાલા અને કબીર ખાન દ્વારા બનાવવામા આવી હતી. ફિલ્મનુ શૂટિગ ૧૪ જુલાઈ, ૨૦૨૩ના રોજ લડનમા શરૂ થયુ હતુ. પ્લોટ રિપોર્ટ્સ જણાવે છે કે આ ફિલ્મ એક રમતવીરના સાચા-જીવનના અનુભવ અને તેના નિશ્ચય અને પ્રતિબદ્ધતા પર આધારિત છે.
મેરી ક્રિસમસ

વિજય સેતુપતિની સાથે બે ખુબસુરત અને નાજુક લાગતી હિરોઈનો એટલે કે કેટરિના અને રાધિકા આપ્ટે.. આ ત્રણેયને સાથે કલ્પી શકો છો? આ ત્રિપુટીની આગામી ફિલ્મ મેરી ક્રિસમસ આવતા વર્ષે રીલીઝ થશે. વિજય સેતુપતિ ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી તેજસ્વી અભિનેતાઓમાનો એક છે, ત્યારે કેટરિના સૌથી લોકપ્રિય અભિનેત્રી રહી છે અને પ્રેક્ષકો હમેશા રાધિકા આપ્ટેના અભિનયથી દગ રહી ગયા છે. જો કે રાધિકાનો રોલ નાનો હશે કારણ કે તે કેમિયોમા છે. આ ફિલ્મ શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત કરવામા આવશે. અરિજિત બિસ્વાસ, પૂજા લધા સુરતી અને શ્રીરામ રાઘવન દ્વારા સ્ક્રીનપ્લે લખવામા આવ્યો છે. શાહીદ કપૂરની વેબ સીરીઝ ફર્ઝીમા પણ વિજય સેતુપતિના અભિનયના વખાણ થયેલા. સાઉથના આ અભિનેતાના ચાહકો ભારતભરમા છે.
વેલકમ ટુ ધ જગલ

આ ફિલ્મના નિર્માતાઓ દ્વારા ૨૦૨૩ મા ટીઝર રિલીઝ કરવામા આવ્યુ હતુ, ત્યારથી તે ૨૦૨૪ ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાની એક છે કારણ કે તેમા અક્ષય કુમાર, દિશા પટણી, સજય દત્ત, જેકલીન ફર્નાન્ડીઝ, સુનીલ સહિતની અદભૂત મલ્ટી સ્ટાર કાસ્ટ છે. નૌરગ યાદવ, અરશદ વારસી, પરેશ રાવલ, રવીના ટડન, લારા દત્તા, જોની લીવર, તુષાર કપૂર, મુકેશ તિવારી, ઈનામુલહક, શારીબ હાશ્મી, યશપાલ શર્મા, શ્રેયસ તલપડે, રાહુલ દેવ, કીકુ શારદા, ઝાકિર હુસૈન, કૃષ્ણા અભિષેક, દલેશ અભિષેક, મેહન્દી. અને મીકા સિહ. બોલીવુડના બહુ બધા મોટા મોટા માથાઓ આ ફિલ્મ સાથે સકળાયેલા છે. અહેમદ ખાન દ્વારા નિર્દેશિત, ફરહાદ સામજી દ્વારા લખાયેલ અને જ્યોતિ દેશપાડે અને ફિરોઝ નડિયાદવાલાએ નિર્મિત આ ફિલ્મની હાઈપ મોટી ક્રિએટ થાય એવો પ્રયત્ન થયો છે પણ આ ફુગ્ગો આકાશમા ઉંચે ચડશે કે ફૂટી જશે એ તો આવતા વર્ષે ખબર.