‘ક્રિમિનલ જસ્ટિસ-4’ ફર્સ્ટ લુક ટીઝર થયું રીલીઝ
ઓટીટીના દર્શકો માટે ખુશખબર આવી છે. ખૂબ જાણીતી કોર્ટરૂમ ડ્રામા સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ’ની ચોથી સિઝન અંગે જાહેરાત થઈ ગઈ છે. પંકજ ત્રિપાઠી ફરી એકવાર માધવ મિશ્રાના રૂપમાં દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યા છે. નિર્માતાઓએ ‘ક્રિમીનલ જસ્ટિસ-૪’નું ફર્સ્ટ લુક ટ્રીઝર રિલીઝ કર્યું છે.
સરળ સ્વભાવવાળા વકીલ માધવ મિશ્રા ઓટીટી પર પરત ફરી રહ્યા છે. ઓટીટીની દુનિયાની ખૂબ જ જાણીતી સિરીઝ ક્રિમિનલ જસ્ટિસની ચોથી સિઝન આવી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટ સ્ટારે શુક્રવારે પોતાની ક્રાઇમ ડ્રામા સિરીઝ ક્રિમિનલ જસ્ટિસની ચોથી સિઝનની જાહેરાત કરતાં લખ્યું હતું કે, કોર્ટ ચાલુ છે અને નવી સિઝનની તૈયારી પણ. આ સાથે ૨૮ સેકન્ડનું ફર્સ્ટ લુક ટીઝર આવ્યું હતું.
ક્રિમિનલ જસ્ટિસની ચોથી સિઝન અંગે પંકજ ત્રિપાઠી કહે છે કે, આ નવી સિઝન એક નવા જટિલ કેસને લઈને આવશે. જેમાં માધવ મિશ્રા પોતાના સરળ અંદાજમાં આ કેસ સોલ્વ કરવાનો પ્રયાસ કરશે. એમણે કહ્યું હતું કે, મને લાગે છે કે, વકીલના પાત્રમાં માધવ મિશ્રાએ ક્રિમિનલ જસ્ટિસ સિરીઝ સાથે પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. મને વિશ્વાસ નથી આવતો કે આ સિરીઝમાં માધવનું પાત્ર મારી સાથે આટલું બધુ મળતું આવે છે.