ભાગ્યશ્રીને મળ્યો મીડ-ડે પાવરફુલ વુમન એવોર્ડ : મૈને પ્યાર કિયા અભિનેત્રીએ મહિલાઓના સ્વાસ્થ્ય અને જેન્ડર ઇક્વાલીટી સહિતના મુદ્દે વિચારો વ્યક્ત કર્યા
મુંબઈથી પ્રસિદ્ધ થતા અંગ્રેજી અખબાર મીડ-ડે આયોજિત પાવરફુલ વુમન-૨૦૨૫ની ત્રીજી સીરીઝમાં બોલીવુડની અભિનેત્રી ભાગ્યશ્રીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ વાતચીતમાં ભાગ્ય્શ્રીએ મહિલાઓના સ્વાસ્થ્ય અને જેન્ડર ઇક્વાલીટી સહિતના મુદ્દે ઘણી વાતો કરી હતી.
મીડ-ડેની આ સીરીઝમાં ભાગ્યશ્રી ઉપરાંત અમૃતા ફડનવીસ, આયેશા અને કૃષ્ણ શ્રોફને પણ સન્માનવામાં આવ્યા હતા.
મૈંને પ્યાર કિયા સાથે ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવનાર બોલિવૂડ આઇકોન ભાગ્યશ્રીએ કહ્યું કે, કોઈએ ભૂતકાળના ગૌરવ પર આધાર રાખવો જોઈએ નહીં. ભાગ્યશ્રી સ્વીકારે છે કે માતા તરીકે મુશ્કેલ દિવસો આવે છે જ્યારે તમે તમારા સપનાઓને પ્રાપ્ત કરવા અને તમારા પરિવાર અને બાળકો માટે જવાબદારીઓ લેવા માંગતા હો. ભાગ્યશ્રીએ એ સમયને યાદ કર્યો કે જયારે તે પુત્રી અવંતિકા દાસાણીને સેટ પર લઈ જતી હતી.
ભાગ્યશ્રી કહે છે, “ક્યાંક સંતુલન જાળવવુ એક લડાઈ છે જે તમારે દરરોજ જીતવી પડે છે. હું મારા બાળકોને આયાઓ પાસે રાખવાનો વિચાર નહોતી કરતી. ભલે મારા સાસરીયા હતા તો પણ મને એમ લાગતું નહોતું કે તેઓ નાના બાળકોની સંભાળ રાખે. જો હું ઘરે પાછી આવું અને કોઈ મને કહે કે અમે તમારા બાળકોની સંભાળ રાખીએ છીએ તો મને ગમશે નહીં.”ભાગ્યશ્રીએ ઉમેર્યું કે, આ પરિસ્થિતિ મુશ્કેલભરી હતી પરંતુ હું તેનો આનંદ માણતી હતી. હું માતૃત્વ બરાબર નિભાવવા માગતી હતી.
