ઓટીટી પર આવી રહી છે અક્ષય કુમારની ફિલ્મ “સરફિરા”
ડિઝની પ્લસ હોટસ્ટારે ખરીદ્યા ફિલ્મના રાઇટ્સ
અક્ષય કુમારની ફિલ્મ “સરફિરા” શુક્રવાર 12મી જુલાઇએ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. અક્ષય કુમારની આ ફિલ્મની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા. ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન વધારે નથી થયું પરંતુ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે આ ફિલ્મની ઓટીટી રિલીઝને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મ સરફિરા ઓટીટી પ્લેટફોર્મ પર આવવા માટે પૂરી રીતે તૈયાર છે. એક રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મ સરફિરાના ઓટીટી રાઇટ્સ ડિઝની પલ્સ હોટસ્ટારે ખરીદ્યા છે. હવે એવા સમાચાર આવે છે કે, આ ફિલ્મ 1 મહિના બાદ એટલે કે ઓગસ્ટના અંતમાં હોટસ્ટાર પર આવશે. જો કે હજુ સુધી તેની કોઈ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી.
ફિલ્મ વિશે વાત કરીએ તો અક્ષય કુમારની ફિલ્મ સરફિરા મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડામાં રહેતા એક શાળાના શિક્ષકના પુત્ર વીર જનાર્દન મ્હાત્રેની વાર્તા છે. જે ઓછા ખર્ચવાળી એરલાઇન્સ શરૂ કરવાના ઈરાદા સાથે એરફોર્સની નોકરીમાંથી રાજીનામું આપી દે છે. આ ફિલ્મના નિર્માતાઓને આશા છે કે, આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર સારો રિસ્પોન્સ મળશે.