અજય દેવગણ રેડ-2માં ફરી બનશે IRS ઓફિસર… જુઓ કયારે થશે રીલીઝ…
- રેડ-2 પણ રિયલ લાઈફ સ્ટોરી હશે
- 2024માં 15 નવેમ્બરે રીલીઝ થઈ શકે છે ફિલ્મ
- રાજ કુમાર ગુપ્તા ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા
અજય દેવગણ બૉલીવુડના તે સ્ટાર્સ માંથી છે જેમણે સૌથી પહેલા ફિલ્મ ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવાની શરૂઆત કરી હતી. હાલ અજય દેવગણના ખાતામાં સિંઘમ, દ્રશ્યમ અને ગોલમાલ જેવી ત્રણ સુપર પોપ્યુલર અને બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ ફ્રેન્ચાઇઝી છે. અજય દેવગણના ફેન્સ માટે વધુ એક ખુશીના સમાચાર આવી રહ્યા છે. 2018માં આવેલ અજય દેવગણની સુપર હિટ ફિલ્મ ‘રેડ’ હવે ફ્રેન્ચાઇઝી બનવા જઈ રહી છે.

બોક્સઓફિસ પર ‘રેડ’ મારવા તૈયાર અજય દેવગણ
અજય દેવગણ ફરી એકવાર IRS અધિકારી અમય પટનાયકના રોલમાં પાછા ફરી રહ્યા છે. જાણકારીમાં સામે આવ્યું છે કે રેડ-2 પણ એક રિયલ લાઈફ સ્ટોરી પર બેઝ્ડ વાર્તા હશે. શનિવારથી મુંબઈમાં રેડ-2નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અજય દેવગન, ઇલિયાના ડીક્રુઝ, સૌરભ શુક્લા અને અમિત સિયાલ અભિનીત ‘રેડ’ની સ્ટોરીએ દર્શકોને થિયેટરોમાંથી હલવા નહોતા દીધા. આ ફિલ્મને એક મજબૂત થ્રીલર ફિલ્મ માનવામાં આવે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે અજય દેવગણ આ વખતે શું કમાલ કરે છે અને કોના ઘરે રેડ મારવા જઈ રહ્યા છે.

આ તારીખે રીલીઝ થશે રેડ-2
સિને જગતના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ફિલનું શૂટિંગ મુંબઈમાં શરૂ થઈ ગયું છે પરંતુ તેનો કેટલોક ભાગ દિલ્હી, ઉત્તર પ્રદેશ, અને રાજસ્થાનના કેટલાક લોકેશન્સ પર પણ શૂટ કરવામાં આવશે. આ વખતે પણ ફિલ્મને રાજ કુમાર ગુપ્તા જ ડાયરેક્ટ કરી રહ્યા છે. મેકર્સ દ્વારા ફિલ્મની રીલીઝ ડેટ પણ નક્કી કરી રહી છે અને 15 નવેમ્બરના રોજ રેડ-2 રીલીઝ થઈ શકે છે.
અજય દેવગણના ફેન્સ માટે આ ન્યૂઝ ઘણી જ એક્સાઈટેડ છે. આ વર્ષે રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સની અજય દેવગણની સિંઘમ-3 પણ રીલીઝ થવા જઈ રહી છે અને આ જ વર્ષે અજયની દ્રશ્યમ-3 પણ રીલીઝ થઈ શકે છે તેવા અહેવાલો મળ્યા છે. અજય અને રોહિત પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવી ચૂક્યા છે કે સિંઘમ-3 બાદ ગોલમાલ-5 પર પણ ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે.
નોન-ફ્રેન્ચાઇઝી ફિલ્મોની વાત કરીએ તો ‘મેદાન’, ઓરો મે કહા દમ થા’ અને ‘શેતાન’ પણ આ વર્ષે જ થિયેટર્સમાં રીલીઝ થઈ શકે છે. એવામાં અજય દેવગણની વધુ એક પોપ્યુલર ફિલ્મ ફ્રેન્ચાઇઝીનું બોક્સ ઓફિસમાં હોવું ફેન્સ માટે સેલિબ્રેશન સમાન છે.