ઐશ્વર્યા રાયને હાથમાં ફ્રેક્ચર ! એરપોર્ટ ઉપર આરાધ્યાએ ઉઠાવ્યો સામાન
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને હાથમાં ફ્રેકચર થયું હોવાની તસ્વીર વાઈરલ થઇ છે. ઐશ્વર્યા રાય અને તેની પુત્રી આરાધ્યા બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા અને આરાધ્યાએ સમાન ઊંચક્યો હતો.
એરપોર્ટ ઉપર પુત્રી માતાની મદદ કરતી જોવા મળી હતી અને સપોર્ટ કરતા જોવા મળી હતી. જ્યારે ઐશ્વર્યા તેની પુત્રીને માર્ગદર્શન આપતી જોવા મળી હતી. આ સમયે એશ્વર્યા રાય બચ્ચનના હાથમાં ફેક્ચર થયેલું જોઈને તેના ચાહકો થોડા ચિંતિત થઈ ગયા હતા.
ઐશ્વર્યાએ ગાડીમાંથી નીચે ઉતરી દીકરી આરાધ્યાને તેની હેન્ડબેગ ઉપાડવાનું કહ્યું અને તેની માતાની હાલત જોઈને દીકરી આરાધ્યા પણ પાછળ ન રહી, તેણે તરત જ તેની માતાનો સહારો બનીને તેની બેગ ઉપાડી. આ પછી ઐશ્વર્યા રાય પેપ્સ સાથે વાત કરતી વખતે એરપોર્ટની અંદર ગઈ હતી. અભિનેત્રીની આ ઈજાને જોયા પછી, ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
અભિનેત્રી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ છે. આ પહેલા પણ ઐશ્વર્યા કાન્સના રેડ કાર્પેટ પર ઘણી વખત પોતાનો જાદુ બતાવી ચુકી છે. તેની સ્ટાઈલ અને આઉટફિટ્સના દરેક વખતે વખાણ થયા છે.