Loksabha election RESULT 2024 : રાજકોટ લોકસભા બેઠકમાં બીજા રાઉન્ડના અંતે ભાજપના પરસોતમ રૂપાલા 7 હજાર મતે આગળ
લોકસભાની ચૂંટણીના લાંબા સમય સુધી ચાલેલા તબક્કા બાદ હવે આજે મંગળવારે દેશભરમાં એક સાથે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને બપોર સુધીમાં ટ્રેન્ડ અને સાંજ સુધીમાં પરિણામો જાહેર થઇ જશે. જુદી જુદી ૧૦ જેટલી ન્યુઝ ચેનલો અને એજન્સીઓએ હાથ ધરેલા એકઝિટ પોલમાં નરેન્દ્ર મોદી હેટ્રિક કરશે અને કેન્દ્રમાં ફરી એન.ડી.એ.ની સરકાર રચાશે તેવું તારણ આપ્યું છે જયારે બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધને આ એકઝિટ પોલને ફગાવી દઈને આ વખતે તેમની સરકાર રચાશે તેવો દાવો કર્યો છે. આવા સંજોગોમાં આ પરિણામોએ ભારે ઉત્તેજના જગાવી છે.
લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી 542 બેઠકો માટેની મત ગણતરી થવાની છે. એક સુરતની બેઠક બિનહરીફ થઇ ગઈ હોવાથી ત્યાં મતદાન જ થયું ન હતુ. ૨૭૨ બેઠક જીતનાર સરકાર રચવા માટે દાવો કરી શકે છે. એકઝિટ પોલમાં એન.ડી.એ. સરકારને સંપૂર્ણ બહુમતી મળી ચુકી છે ત્યારે મતદારોનો મિજાજ આ મુજબનો જ છે કે કેમ તે જાણવું રસપ્રદ રહેશે.
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર કંગના રનોત આગળ કોંગ્રેસના વિક્રમાદિત્ય પાછળ – 09:17 AM UPDATE
રાજકોટ લોકસભા બેઠક 09:04 AM
ભાજપ 34158
કોગ્રેસ 14212 : લીડ 19946
ઉત્તર પ્રદેશમાં ભાજપ 53 બેઠકો પર આગળ, વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી આગળ – 09:03 AM UPDATE
રાજકોટ લોકસભા બેઠક 08:59 AM
ભાજપ 21882
કોગ્રેસ 9524 : લીડ 12358
રાજકોટ લોકસભા બેઠક 08:53 am
રાજકોટ લોકસભા બેઠકમાં બીજા રાઉન્ડના અંતે ભાજપના પરસોતમ રૂપાલા 7 હજાર મતે આગળ.
ભાજપ 17173
કોગ્રેસ 7754, લીડ 9419
એનડીએ 225 સીટો પર આગળ છે
ગાંધીનગરમાં ભાજપના અમિત શાહ 35 હજાર મતોથી આગળ છે. ગયા બેઠક પરથી જીતન રામ માંઝી આગળ છે. કંગના રનૌત મંડીથી આગળ છે. જલંધર બેઠક પરથી કોંગ્રેસના ચરણજીત સિંહ ચન્ની આગળ છે. પટના સાહિબથી રવિશંકર પ્રસાદ આગળ છે. કુલ 371 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. ભાજપ 225 સીટો પર આગળ છે. ઈન્ડિયા બ્લોક 135 સીટો પર આગળ છે.