ઝુબીન ગર્ગ મૃત્યુ કેસ : મેનેજર અને શોના આયોજકની ધરપકડ, આસામ પોલીસે દિલ્હી-ગુરુગ્રામથી બન્નેને ઝડપ્યા
“યા અલી” ગીતથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર ગાયિકા ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બરના રોજ સિગાપોરમાં ડૂબી જવાથી મૃત્યુ થયું, જેના કારણે અનેક પ્રશ્નો ઉભા થયા. પરંતુ હવે ગાયકના મૃત્યુની આસપાસનું રહસ્ય વધુ ઘેરું બની રહ્યું છે. તેમની પત્ની ગરિમા સૈકિયા ગર્ગે તેમના પતિના મૃત્યુને રહસ્યમય ગણાવ્યું છે અને કહ્યું છે કે તેમને હજુ સુધી સ્પષ્ટ જવાબ મળ્યો નથી.
દરમિયાન, આસામ પોલીસે દિલ્હી એરપોર્ટથી શ્યામકાનુ મહંત અને ગુરુગ્રામથી સિદ્ધાર્થ શર્માની ધરપકડ કરી છે. બંનેને ગુવાહાટી લાવવામાં આવ્યા છે અને કોર્ટમાં રજૂ કરવામાં હતા. આ ધરપકડને તપાસમાં એક મોટો વળાંક માનવામાં આવે છે.
પત્રકારો સાથે વાત કરતા, ગરિમાએ કહ્યું કે તેમના પતિ સાથે ખરેખર શું થયું તે રહસ્ય રહેલું છે. તેમણે કહ્યું, “અમને સ્પષ્ટ જવાબોની જરૂર છે. તે ચોક્કસ છે કે તે બેદરકારીનો ભોગ બન્યો હતો” ગરિમાએ કહ્યું કે તેમને તપાસમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ગરિમાએ કહ્યું કે તેણીએ છેલ્લે 18 સપ્ટેમ્બરના રોજ તેના પતિ સાથે વાત કરી હતી, પરંતુ તેણે સિગાપોરમાં કોઈ પણ યાટ પાર્ટીનો ઉલ્લેખ કર્યો ન હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. તેણીએ કહ્યું, “જો તેને ખબર હોત, તો તેણે મને કહ્યું હોત. તેને યાટ પાર્ટી વિશે ખબર નહોતી. મને આશા છે કે તપાસમાં આ ખુલાસો થશે અને અમને જવાબો મળશે.”
