યુટ્યુબર અને બિગ બોસથી જાણીતો બનેલો એલવીશ યાદવ મોટા વિવાદમાં અને ગુનામાં સલવાયો છે. નોઈડા પોલીસે યુટ્યુબર વિરુદ્ધ ગંભીર ગુના અંગેની ફરિયાદ દાખલ કરી હતી. હાલમાં જ નોઈડા પોલીસે સેક્ટર 49માં દરોડો પાડીને પાંચ લોકોની અટકાયત કરી હતી. દરોડા દરમિયાન પોલીસે 9 કોબ્રા સાપ અને સાપનું ઝેર કબજે કર્યું હતું. પોલીસે ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરી તો એલ્વિશ યાદવનું નામ સામે આવ્યું હતું. જો કે એલવિશે કહ્યું છે કે સાંપ સાથે મારો વિડિયો વાયરલ થયો છે તે 6 માસ જૂનો છે અને બધા આરોપ ખોટા છે.
એલ્વિશ યાદવ પર નોઈડામાં રેવ પાર્ટીનું આયોજન કરવાનો આરોપ છે.,યુટ્યુબરની પ્રતિબંધિત સાપ અને વિદેશી યુવતીઓની પાર્ટી હતી. એલ્વિશ પર દાણચોરીથી લઈને ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ છે. તેના પર દાણચોરી સાથે સંકળાયેલા લોકો સાથે સંબંધ હોવાના પણ આરોપ છે.
આ મામલામાં નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ સ્ટેશન સેક્ટર-49 દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે નોઈડા સેક્ટર-51 સ્થિત બેંક્વેટ હોલમાં પાર્ટી કરવાના સંબંધમાં અને સાપનું ઝેર પૂરું પાડવામાં કેસમાં એલ્વિશ યાદવ સહિત 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જે પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તેમના નામ રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથ હોવાનું કહેવાય છે.
