રાજકોટમાં મિત્રો સાથે નીકળ્યાની 17મી કલાકે યુવકની લાશ મળીઃ ઝઘડાનો ખાર રાખી ઢીમ ઢાળી દીધું હોવાનો પરિવારનો આક્ષેપ
મિત્રો સાથે નીકળ્યા બાદ ૧૭મી કલાકે થોરાળા વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય યુવકનો મૃતદેહ આજીડેમમાંથી ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટના બાદ પરિવારે સાથે રહેલા બે શખસો પર અગાઉના ઝઘડાનો ખાર હત્યા કરાઈ હોવાના આક્ષેપો કર્યા છે, જેથી આજીડેમ પોલીસે પણ મોતનું રહસ્ય જાણવા મૃતદેહનું ફોરેન્સિક પી.એમ કરવા માટે તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, કુબલીયા પરા શેરી નંબર પાંચ માં રહેતો અમિત રાજુભાઈ મકવાણા ઉંમર વર્ષ ૨૭ નામના યુવકનો મૃતદેહ આજીડેમમાંથી ડૂબેલી હાલતમાં મળી આવ્યો આવ્યો હતો. ઘટના અંગે મૃતકના મોટા ભાઈ વિકી મકવાણાએ જણાવ્યું હતું કે, અમિતને મંગળવારે બપોરે ૪:૦૦ વાગ્યે આસપાસ મિત્ર સુજલ અને વિશાલ ઉર્ક ગેદરા પરે ભોલવા આવ્યા હોય જેથી તે તેની સાથે નીકળી ગયો હતો જે બાદ રાત્રીના ૧ વાગ્યા સુધી અમિત ઘરે ન આવતા સગા સબંધી તેને ગોતવા નીકળ્યા હતા. દરમિયાન સાથે ગયેલા બંને મિત્રોને અમિત અંગે પૂછતા પોતે જાણતા ન હોવાનું કહ્યું હતું જે બાદ ઘટના અંગે પોલીસમાં જાણ કરાઈ હતી. પોલીસે 150 ભાષામાં બંનેની પાછપરછ કરતા તેઓએ કહ્યું હતું કે હાજી ડેમમાંથી માછલી પકડીને ત્યાં નજીક આવેલ પટમાં બનાવી ત્રણે સાથે દારૂ પીધો હતો જે બાદ અમિત ક્યાં ગયો તેની કોઈ જાણ નથી.
પોલીસ અને મૃતકના પરિવાર દ્વારા આખી રાત આજીડેમમાં યુવકની શોધખોળ કર્યા બાદ સવારે ૯ વાગ્યે આસપાસ તેનો મૃતદેહ ડૂબેલી હાલતમાં મળ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે ૬ મહિના અગાઉ અમિતને વિશાલ ઉર્ફે ગેદરા સાથે ઝઘડો થયો હોય જેથી તેણે જ હત્યા કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
વધુમાં મૃતક અમિત છૂટક મજૂરી કરતો હતો અને પોતે ર ભાઈ ૩ બહેનમાં નાનો હતો. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
નશામાં હોય જેથી કંઇ ખબર ન હોવાનું મિત્રોનું રટણ
બનવાની ગંભીરતાને ધ્યાને લઈને આજીડેમ પોલીસે મૃતક યુવકના મિત્ર સુજલ અને વિશાલ ઉ$ ગેંદરાની પૂછપરછ કરી હોય જેમાં બંનેએ પોલીસ સામે રટણ કર્યું કે, રાત્રે આજીડેમમાંથી માછલી પકડી દારૂ પીધો હતો જે બાદ બંને ચિકકાર નશામાં ત્યાંથી નીકળી ગયા હતા સાથે રહેલો અમિત ક્યાં ગયો તેની કંઈ જાણ નથી.
મૃતકના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા નથીઃ પોલીસ
બનાવ અંગે વોઇસ ઓફ ડે સાથે વાતચીતમાં આજીડેમ પીઆઈ એ.બી જાડેજા એ જણાવ્યું હતું કે, પરિવારના આરોપોને ધ્યાને લઈને જે સ્થળે પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અહીંના આસપાસના વિસ્તારની એફ.એસ.એલ ટીમ દ્વારા તપાસ કરાઈ છે. મૃતદેહને જોતા શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા નથી. પરિવારના આક્ષેપો મુજબ બંને યુવકની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.