યુવકને પ્રેમ કરવાની સજા મળી !! પત્નીએ પ્રેમી સાથે મળીને ઘડ્યું પતિની હત્યાનું કાવતરું,લગ્નના 15 દિવસ બાદ ઉતાર્યો મોતને ઘાટ
પતિ-પત્નીના સબંધને અત્યંત પવિત્ર સબંધ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એક વખત લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ દંપતી 7 જન્મ સુધી સાથે રહે છે ત્યારે પરંતુ છેલ્લા કેટલાક સમયથી લગ્ન સંબંધિત એવી વિચિત્ર ઘટનાઓ સામે આવી રહી છે જેને સાંભળીને હૈયું હચમચી જાય. છેલ્લા મુસ્કાન અને સાહિલની ઘટના સામે આવી હતી જેણે પોતાના પતિને અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી ત્યારે મેરઠમાં એક આવી જ ઘટના સામે આવી છે.
ઉત્તર પ્રદેશના ઓરૈયામાં પ્રકાશમાં આવેલા આ કેસમાં, એક પત્નીએ લગ્નના 15 દિવસ પછી જ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું અને હિસ્ટ્રીશીટરને પૈસા આપીને તેની હત્યા કરાવી દીધી. હવે આ કેસમાં મૃતકના પરિવારે આરોપીને ફાંસી આપવાની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, મૈનપુરીના વતની 21 વર્ષીય દિલીપે 5 માર્ચે દિવ્યપુરના શ્રી કૃષ્ણ રિસોર્ટમાં એક ભવ્ય સમારોહમાં સિયાપુરની રહેવાસી પ્રગતિ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી પરિવારમાં ખુશી હતી, પરંતુ 15 દિવસ પછી આ ખુશી શોકમાં ફેરવાઈ ગઈ. પ્રગતિએ તેના પ્રેમી અનુરાગ સાથે મળીને કાવતરું રચ્યું અને હિસ્ટ્રીશીટર ભાડે રાખીને દિલીપની હત્યા કરાવી હતી.
આ રીતે ઘડાયું હતું કાવતરું
આરોપી પત્ની પ્રગતિએ એક ષડયંત્રના ભાગ રૂપે પહેલા દિલીપને તેના પ્રેમ જાળમાં ફસાવ્યો અને પછી તેની સાથે લગ્ન કર્યા. દિલીપને ખબર નહોતી કે તેની સગી ભાભીની બહેન, જે પ્રગતિના પ્રેમમાં પાગલ છે, તેને મારી નાખશે. દિલીપ પ્રગતિના પ્રેમમાં પાગલ હતો. આ જ કારણ હતું કે તેણે પોતાના પરિવારના સભ્યોને પ્રગતિ સાથે જ લગ્ન કરવાનો આગ્રહ રાખ્યો. દીકરાના આગ્રહને કારણે પરિવારે તેના લગ્ન પ્રગતિ સાથે કરાવી દીધા.
પતિ પાસેથી મળેલા પૈસાનો ઉપયોગ કરીને કરાર આપવામાં આવ્યો હતો
આ પછી, માત્ર 15 દિવસમાં, પ્રગતિએ તેના પતિ પાસેથી પૈસા લીધા અને તેના પ્રેમી અનુરાગ સાથે મળીને દિલીપની હત્યા કરી. પ્રગતિએ તેના પ્રેમી અનુરાગ સાથે મળીને તેના પતિ દિલીપે આપેલા પૈસાથી હિસ્ટ્રીશીટરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે બાદ, 19 માર્ચે દિલીપને પહેલા ક્રૂરતાથી માર મારવામાં આવ્યો અને પછી માથામાં ગોળી મારી દેવામાં આવી. બે દિવસ પછી 21 માર્ચે દિલીપનું અવસાન થયું.
પ્રેમમાં ફસાયો, પછી હત્યા થઈ
પરિવારનો આરોપ છે કે દિલીપના મોટા વ્યવસાયને કારણે, પ્રગતિએ લોભમાં આવીને દિલીપને તેના પ્રેમ સંબંધમાં ફસાવીને તેની સાથે લગ્ન કર્યા. મૃતક દિલીપના ભાઈએ જણાવ્યું કે પરિવારનો ક્રેનનો વ્યવસાય છે. તેણે કહ્યું કે મારા ભાઈનું પ્રગતિ સાથે છેલ્લા ત્રણ વર્ષથી અફેર હતું. તેણે કહ્યું કે પૈસાના લોભને કારણે તેણે આ કર્યું.
દિલીપના પિતાએ જણાવ્યું કે દિલીપને ગાડી નહેરમાં પડી ગઈ હોવાનું કહીને તેને બહાર કાઢવા લઈ જવામાં આવ્યો હતો. આરોપીઓ તેને ખેતરમાં લઈ ગયા અને તેને નિર્દયતાથી માર માર્યો અને પછી ગોળી મારી દીધી.
ઓપરેશન ત્રિનેત્ર દ્વારા ખુલ્યું રહસ્ય
પોલીસે ‘ઓપરેશન ત્રિનેત્ર’ હેઠળ સીસીટીવી ફૂટેજ શોધ્યા અને તેમાંથી જે સત્ય બહાર આવ્યું તેણે સૌને ચૌંકાવી દીધા. વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે, કેટલાક લોકો દિલીપને બાઇક પર બેસાડીને લઈ જઈ રહ્યા હતા. આ સુરાગના આધારે પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા અને ટૂંક સમયમાં રામજી નગરનું નામ પ્રકાશમાં આવ્યું. 24 માર્ચ, 2025ના રોજ પોલીસે રામજી નાગરની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન તેણે જે કબૂલાત કરી અને તેના દ્વારા સમગ્ર કેસના પડદા ખુલી ગયા.