આ માઈથોલોજીકલ સીરિઝ જોઈને તમે ‘અસુર’ ભૂલી જશો !! સંજય કપૂરે ભજવી છે ખાસ ભૂમિકા
અનુરાગ કશ્યપની ‘સેક્રેડ ગેમ’ સિરીઝને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ભારતની પ્રથમ વેબ સિરીઝ હતી. ખાસ વાત એ છે કે તે માઈથોલોજીકલ પર આધારિત હતી. ત્યારે ફરી એક વેબસીરીજ આવી છે જે જોઈને તને અસુર ભૂલી જશો!
‘સેક્રેડ ગેમ’ પછી ઘણી વેબ સિરીઝ માઈથોલોજી પર બની. જેમાંથી લોકોને સૌથી વધારે ‘અસુર’ અને ‘દહન’ ખૂબ પસંદ આવી. ‘અસુર’ની તો ત્રીજી સીઝનની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ બધાની વચ્ચે એક સુપરનેચરલ થ્રિલર સિરીઝ ઓટીટી ઉપર આવી રહી છે.2021માં રિલીઝ થયેલી આ સુપરનેચરલ માઈથોલોજી સિરીઝનું નામ છે ‘ધ લાસ્ટ અવર’. આ સિરીઝમાં સંજય કપૂરે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિરીઝ સસ્પેન્સથી ભરેલી છે.
‘ધ લાસ્ટ અવર’માં ઘણા રસપ્રદ મુદ્દાઓ છે જેમ કે હત્યાનું રહસ્ય, એક છોકરો જે આત્માઓ સાથે વાત કરે છે અને જીવનના નિયમો. સિરીઝમાં ઘણા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. આ સિરીઝનું શૂટિંગ ઉત્તરપૂર્વમાં કરવામાં આવ્યું છે. તેમાં ઘણા સુંદર લોકેશન જોઈ શકાય છે.
સિરીઝની વાર્તાના કેન્દ્રમાં બંગાળી અભિનેત્રીના બળાત્કાર અને હત્યાની તપાસ છે. દેવ, શામન સમુદાયનો એક છોકરો જે આત્માઓ સાથે વાત કરે છે, તે સારી રીતે તીર ચલાવવાનું પણ જાણે છે. પોલીસ અધિકારી હત્યાનો ભેદ ઉકેલવા તે છોકરાની મદદ લે છે.
દેવ છેલ્લા કલાકોમાં આત્માઓ સાથે વાત કરે છે. તે એ માણસને આંધળો પણ કરી દે છે જે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ જોઈ શકે છે. સિરીઝનો ક્લાઈમેક્સ તમને હેરાન કરી મૂકશે.
‘ધ લાસ્ટ અવર’ના ક્લાઈમેક્સમાં એક તળાવ અને સ્વર્ગનો રસ્તો બતાવવામાં આવ્યો છે. દેવ પોલીસ અધિકારીને આ વિશે કહે છે. ક્રિટિક્સને પણ આ સિરીઝ ખૂબ પસંદ આવી. સંજય કપૂર અને અન્ય કલાકારોની ખૂબ પ્રશંસા કરવામાં આવી.
‘ધ લાસ્ટ અવર’નું IMDb રેટિંગ 7.1 છે, જે ટિસ્કા ચોપરાની ‘દહન’ની બરાબર છે. જોકે, ‘અસુર’નું IMDb રેટિંગ 8.5 છે. ‘ધ લાસ્ટ અવર’ પણ એક શાનદાર સિરીઝ છે. તમે તેને એમેઝોન પ્રાઈમ વિડિયો પર જોઈ શકો છો.