યે રાજનીતિ હૈ .. બાપ બેટે કા નહિ ! જુઓ
કોણે કહ્યું મારો દીકરો હારવો જોઈએ ?
રાજકારણ એક એવી બલા છે જેમાં કોઈ કાયમ કોઈનું હોતું નથી અને કાયમ કોઈ દુશ્મન પણ હોતું નથી. એક જ ફેમિલીમાં ફાંટા પડી જાય છે અને આવી જ વધુ એક હકીકત સામે આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એ.કે એન્ટનીએ કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે તેમનો પુત્ર ભાજપનો ઉમેદવાર અનિલ એન્ટની ચૂંટણી હારી જાય અને તેની સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર જીતી જાય.
મંગળવારે કેરળના તિરુવનંતપુરમમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા એ.કે એન્ટનીએ કહ્યું કે, તેમનો પુત્ર અનિલ કે એન્ટની જે કેરળની પતનમતિટ્ટા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે તે ચૂંટણી ન જીતવો જોઈએ.
એમણે કહ્યું કે, અનિલ એન્ટનીને આ ચૂંટણીમાં હાર મળે અને તેમના સ્પર્ધક અને કોંગ્રેસના ઉમેદવાર એન્ટો એન્ટની જીતવા જોઈએ. એ.કે એન્ટનીએ કોંગ્રેસ નેતાઓના બાળકોનું ભાજપમાં સામેલ થવું અયોગ્ય ગણાવ્યું અને કહ્યું કે, કોંગ્રેસ જ મારો ધર્મ છે. એ.કે એન્ટનીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી સતત મોદી, ભાજપ અને આરએસએસ વિરુદ્ધ લડી રહ્યા છે. વિપક્ષી ગઠબંધન રોજ આગળ વધી રહ્યું છે અને ભાજપ નીચે આવી રહ્યું છે. મને લાગે છે કે, અમારી પાસે સરકાર બનાવવી તક છે.