Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દુનિયા પરમાણુ તબાહીથી થોડીક જ દૂર : રશિયાએ અમેરિકાને ઈરાન ઉપર હુમલો નહીં કરવા આપી ચેતવણી

Fri, June 20 2025

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ હવે જોખમી તબક્કે પહોંચી રહ્યું છે . ઇઝરાયલે ઈરાનના પરમાણુ સ્થળો ઉપર હુમલો કર્યાની ઘટના પછી રશિયા અને ચીને ઇઝરાયલની ટીકા કરી છે અને આ પ્રકારના હુમલા બંધ કરવા ચેતવણી આપી છે. વધુમાં રશિયાના નાયબ મંત્રી સર્ગેઈ રયાબ્કોવે અમેરિકાને યુદ્ધથી દુર રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યુ છે કે, જો અમેરિકા ઈરાન ઉપર હુમલો કરશે તો મધ્ય પૂર્વમાં વાતાવરણ ખરાબ થશે.

freepik

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જાખારોવાએ કહ્યું છે કે, દુનિયા પરમાણુ તબાહીથી થોડી જ દૂર છે તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ અમરિકાના યુદ્ધ જહાજ અને લડાકુ વિમાન મધ્ય પૂર્વ તરફ રવાના થયા હોવાની વિગતો પણ સામે આવી છે.

ઇરાનની મિસાઈલ ઇઝરાયેલની હોસ્પિટલ પર ત્રાટકતાં હાહાકાર


ઈરાન અને ઇઝરાયેલે સતત સાતમા દિવસે પણ એકબીજા ઉપર હુમલાઓ જારી રાખ્યા હતા. ઈરાને અસાધારણ આક્રમકતા દાખવી ગુરુવારે ઇઝરાયેલના અનેક શહેરોને નિશાન બનાવ્યા હતા.બુધવાર રાત અને ગુરુવારે સવારે ઈરાને ઓછામાં ઓછી 30 મિસાઈલો છોડી હતી જેમાંથી 7 મિસાઈલો નિશાન પર લાગતાં ઈઝરાયેલમાં વ્યાપક નુકસાન થયું હતું.એ દરમિયાન ઈરાની મિસાઈલ ઈઝરાયેલના દક્ષિણી શહેર બે’એર શેવામાં આવેલા મુખ્ય હોસ્પિટલ સોરોકા મેડિકલ સેન્ટર ઉપર ત્રાટકતાં હાહાકાર મચી જવા પામ્યો છે. ઈરાને કરેલા નવા હુમલામાં ઇઝરાયેલમાં કુલ 65 લોકોને ઈજા થઈ હતી જેમાંથી 9 ની હાલત ગંભીર ગણવામાં આવે છે. ઈરાનના હુમલામાં તેલ અવિવ , હોલોન અને રામત ગણ શહેરોમાં ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો : IPL 2025 viewership record: RCBના વિનિંગ મોમેન્ટે રચ્યો ઇતિહાસ, પંજાબ-બેંગલુરુ ફાઈનલ સૌથી વધુ જોવાયેલી T20 મેચ બની

ત્રણ શહેરો પર હુમલા, 65 ઇઝરાયેલી  નાગરિકો ઘાયલ: 9 ની હાલત ગંભીર

ગુરુવારે ઈરાની હુમલામાં બે’એર શેવામાં આવેલા મુખ્ય હોસ્પિટલ સોરોકા મેડિકલ સેન્ટરને વ્યાપક અને ભારે નુકસાન થયું હોવાનું ઈઝરાયેલની ઈમરજન્સી સેવા, મેગન ડેવિડ અદોમ (એમડીએ)એ જણાવ્યું હતું. મિસાઈલ હોસ્પિટલ પર ત્રાટકતા ભારે ભયનો માહોલ છવાયો હતો.અનેક દર્દીઓએ બચવા માટે દોટ મુકતા ભારે અંધાધૂંધી ફેલાઈ હતી. હુમલામાં હોસ્પિટલનો એક ભાગ ધરાશયી થઈ ગયો હતો અને દૂર સુધી તેનો કાટમાળ નજરે પડતો હતો. આ હુમલામાં 16 લોકો ઘાયલ થયા હતા જેમાંથી છ ની હાલત ગંભીર માનવામાં આવે છે. નોંધનીય છે કે ઝાઝાથી માત્ર 22 કિલોમીટર દૂર આવેલ આ હોસ્પિટલ ની ગણના ઇઝરાયેલ ની ટોચની હોસ્પિટલોમાં થાય છે અને તે દસ લાખ લોકો માટે સારવાર મેળવવાનું મુખ્ય કેન્દ્ર છે. યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો અને લોકોને પણ આ હોસ્પિટલમાં સેવા આપવામાં આવે છે.હોસ્પિટલ ઉપરના હુમલાબાદ પ્રથમ વખત એક ઇમર્જન્સી પગલા તરીકે પ્રિઝન ગાર્ડને વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.ઈરાને કરેલા હુમલામાં હોલોન અને રામત ગણ નગરોમાં મોટી ખાના ખરાબી થઈ હતી. તેલ અવીવથી લગભગ ત્રણ માઈલ દૂર આવેલા રામત ગણ શહેરમાં અનેક બહુમાળી ઈમારતોને મોટું નુકસાન થયું હતું. 1,75,000 ની વસ્તી ધરાવતું આ શહેર  ઇઝરાયેલ ના હીરા ઉદ્યોગનું હબ છે.



તેલ અવિવ અને હોલોન શહેર ઉપર પણ ઈરાની મિસાઈલો ત્રાટકી હતી. હોલોનમાં ઘાયલ થયેલા 16 લોકોને હોસ્પિટલે કચડવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ ની હાલત નાજુક માનવામાં આવે છે. તેલ અવિવમાં ગુરુવારે વધુ કેટલીક ઇમારતો ભોગ બનતા નાસભાગ મચી ગઈ હતી. હુમલાથી બચવા માટે ભાગતી વેળાએ 18 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. ઇઝરાયેલની ન્યૂઝ એજન્સી “વાય નેટ” ના જણાવ્યા મુજબ જેરૂ સલામમાં આ યુદ્ધ દરમિયાનનો સૌથી મોટો વિસ્ફોટ સંભળાયો હતો.

ઈરાનના હેવી વોટર રિએક્ટર પર ઇઝરાયેલની એર સ્ટ્રાઇક

ઇઝરાયેલે પણ ગુરુવારે ઈરાનના પાટનગર તેહરાન સહિત 75 લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા.તેહરાનથી દક્ષિણ પશ્ચિમમાં 250 કિલોમીટર દૂર આવેલ અરાક હેવી વોટર રિયેક્ટર પર એક સાથે ઇઝરાયેલા 50 લડાકુ ઈમાનોએ બોમ્બ મારો કર્યો હતો. ઇઝરાયેલે વધુ એક વખત તેહરાનના લોકોને શહેર છોડી જવા ચેતવણી આપી હતી.ઇઝરાયેલી દળોએ હેઝબોલ્લાહના વધુ બે ટોચના કમાન્ડર્સ ને પતાવી દીધા હતા. ઇઝરાયેલ માં હોસ્પિટલ પર હુમલો થયા બાદ સેનાના વડાએ ઇરાન ઉપર આક્રમણ વધુ તેજ બનાવવાની સૂચના આપી હતી. હોસ્પિટલ ઉપર હુમલો કરી અને ઈરાન લક્ષ્મણ રેખા ઓળંગી ગયું હોવાનું જણાવી સેનાના પ્રવક્તાએ તેનો ગંભીર અને ઘાતક બદલો લેવાનો હુંકાર વ્યક્ત કર્યો હતો.

ઈઝરાયેલના ઈરાન પરના હુમલાઓમા ઓછામાં ઓછા 639 લોકો માર્યા ગયા

વોશિંગ્ટન સ્થિત સંગઠન હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, ઈઝરાયેલના ઈરાનભરમાં થયેલા હુમલાઓમાં ઓછામાં ઓછા 639 લોકો માર્યા ગયા છે અને 1329 લોકો ઘાયલ થયા છે.એસોસિયેટેડ પ્રેસના જણાવ્યા અનુસાર તેમાં નાગરિકો ઉપરાંત ઈરાનના સુરક્ષા દળોના ૧૫૪ સભ્યોના મૃત્યુનો સમાવેશ થાય છે.

Share Article

Other Articles

Previous

આફ્ટર શોક:રાજકોટથી એરટ્રાફિકમાં ‘ઓટ’! ભરચકક ફલાઇટો ‘ખાલીખમ્મ’

Next

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અટકળોનો અંત : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે જ નીકળશે, અધિકારીઓએ કર્યું રૂટનું નિરીક્ષણ
2 કલાક પહેલા
વિસાવદરમાં શાંતિપૂર્ણ 60% મતદાન : EVMમાં ઉમેદવારોનું ભાવિ કેદ, 4% જેવો વોટિંગમાં વધારો કોને ફળશે અને કોને નડશે?
2 કલાક પહેલા
આજથી India vs England ટેસ્ટ સીરિઝનો થશે પ્રારંભ : શુભમન ગીલના નેતૃત્વની અગ્નિપરીક્ષા, શું ભારત 18 વર્ષનો રેકોર્ડ તોડશે?
3 કલાક પહેલા
આફ્ટર શોક:રાજકોટથી એરટ્રાફિકમાં ‘ઓટ’! ભરચકક ફલાઇટો ‘ખાલીખમ્મ’
4 કલાક પહેલા
Categories

નેશનલ

2199 Posts

Related Posts

રાજકોટ અગનભઠ્ઠીમાં શેકાયું: જુઓ આજે તાપમાન કેટલા ડિગ્રી થયું
રાજકોટ
1 વર્ષ પહેલા
21 વર્ષીય યુવકે કબજિયાત માંથી છુટકારો મેળવવા સળિયાનો ઉપયોગ કર્યો
રાજકોટ
12 મહિના પહેલા
ન્યુયોર્કની પીચ છે કે બેટરો માટે આફત ?
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
જેલમ નદીમાં વગર વરસાદે અચાનક પૂર! POkમાં વોટર ઇમરજન્સી જાહેર
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર