મિલકત ખરીદી પર મહિલાઓને સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ મળશે
નાણામંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારોને ડયુટી ઘટાડવાનો આદેશ અપાશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રોપર્ટીની ખરીદી પર વધુ એક રાહતના સમાચાર આપ્યા હતા. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ જમીન ખરીદે છે, તો અમે રાજ્યોને અપીલ કરીશું કે જમીન ખરીદતી વખતે સ્ટેમ્પ ડ્યૂટી પર લાગતો ઊંચો ચાર્જ ઓછો કરે. તે જ સમયે, કેન્દ્ર રાજ્યોને પણ પૂછશે કે જો મહિલાઓ જમીન ખરીદે છે, તો તેના પર વધુ છૂટ આપવામાં આવે.
નાણામંત્રીએ કહ્યું કે શહેરી વિકાસ યોજનાઓ હેઠળ આ સુધારાને જરૂરી બનાવવામાં આવશે જેથી દર ઘટાડવા માટે પ્રોત્સાહિત કરી શકાય. તેમણે કહ્યું કે મહિલાઓ દ્વારા ખરીદવામાં આવેલી પ્રોપર્ટી માટે ચાર્જમાં વધુ ઘટાડો કરવામાં આવશે.
સરકારે નાણાકીય વર્ષ 24-25ના બજેટમાં સતત સાતમી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ વખતે તેમના બજેટમાં મહિલાઓ, યુવાનો, ગરીબો અને ખેડૂતો પર ફોકસ છે.
સીતારમણે કહ્યું હતું કે જો મહિલાઓ પ્રોપર્ટી ખરીદે છે તો તેમણે ઓછો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે. . નાણામંત્રીએ કહ્યું કે સરકાર આ અંગે વિચાર કરશે. તે જ સમયે, કેન્દ્ર સરકાર તેને શહેરી વિકાસ યોજનાઓનો આવશ્યક ઘટક બનાવવા પર વિચાર કરશે.
કેન્દ્રીય બજેટ 2024 ના ભાષણમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કરવેરા હેતુઓ માટે આધાર નંબરને આધાર નોંધણી ID સાથે બદલવાની જરૂરિયાતને દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.