કમૂરતાં પૂર્ણ થતાં હવે લગ્નના ઢોલ ઢબૂકશે : રાજકોટમાં બે મહિનામાં થશે 15,000 પ્રસંગો, જાણો શુભ મુહૂર્ત
મીનારક કમુરતા બાદ આજથી માંગલિક પ્રસંગો માટેની શરણાઈ ગુંજી છે. એક મહિનાના વિરામ બાદ આજે 14 એપ્રિલથી લગ્ન માટેના શુભ મુહૂર્તની શરૂઆત થઈ છે. હવે વૈશાખ મહિનામાં ગામે ગામ લકવા બેલ ઢબુકશે. 14 એપ્રિલ થી લઈને 8 જૂન સુધી લગ્ન શુભ નીકળ્યા છે. એપ્રિલ મહિનાથી જૂન મહિના સુધી એમ ત્રણ મહિનામાં 29 જેટલા શુભ મુહૂર્ત છે. સૌરાષ્ટ્રમાં હવે લગ્ન પ્રસંગ માટેનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અગાઉ વૈશાખના વાપરામાં લગ્ન પ્રસંગની મોસમ ખીલતી જ્યારે અત્યારે આકરા તાપ અને ગરમીના લીધે શહેરોમાં દિવાળી પછી ઠંડીની ઋતુમાં લગ્ન પ્રસંગનાં આયોજનો થાય છે. આ મોસમમાં લગ્ન પ્રસંગને યજમાન અને મહેમાન બંને માણી શકે
હવે વૈશાખ મહિનામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને મધ્યમ વર્ગીય 6 પરિવારમાં પ્રસંગો -યોજાય છે. આ ત્રણ મહિના દરમિયાન રાજકોટમાં 15,000 અને ગુજરાતની વાત કરીએ તો 1 લાખ ઉપર લગ્નનાં આયોજનો થયા છે. લગ્ન ઉત્સવનાં લીધે ગોર મહારાજથી લઈને કેટરિગના ધંધાર્થીઓને ઓર્ડશે બુક થયા છે. આ વખતે
રો મટીરીયલ મોંઘુ થયું હોવાના લીધે જમવાની થાળી 15 થી 20 ટકા પજમાન પરિવારને મોંઘી પડશે. દિવાળી પછી નવેમ્બર થી જાન્યુઆરી દરમિયાન યોજાતા લગ્નની સીઝન કરતા આ વૈશાખ મહિનામાં 40% લગ્ન ઓછા હોવાનું કેટરર્સનાં સંચાલકોએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર વૈશાખ મહિનામાં વધારે સમૂહ લગ્ન અને ગ્રામ્ય વિસ્તારમાં તેમજ અમુક ચોક્કસ જ્ઞાતિમા પ્રસંગો યોજાતા હોય છે આ ઉપરાંત જનોઈનાં પ્રસંગ થતાં હોય છે.
કુલ..કુલ..આઈસ કોલ્ડ દહીંવડા અને સ્વીટ.. સ્વીટ.. મેંગો મસ્તી-પ્લાઝા-ડીલાઈટ જમવાનો સ્વાદ વધારશે
આ વખતે લગ્નપ્રસંગની થાળીમાં “મેંગો મસ્તી” અને ઠંડી ઠંડી રબઠી જમવાનો સ્વાદ વધારે રહેશે. ફરસાણમાં આઈસ કોલ્ડ ‘દહીંવડા ‘ગરમીમાં રાહત આપશે. દિવાળી પછી જે લગ્ન પ્રસંગ યોજાય છે તેમાં ઠંડીમાં અનેક પ્રકારના મેન્યુ રાખી શકાય છે. જ્યારે ગરમીમાં કરીનો રસ મુખ્ય હીરો હોય છે. રસ, પુરી અને પાત્રાનાં મેન્યુમાંથી હવે વેરાઈટીઓ આવી છે આવી છે. ગુજરાત કેટરીંગ એસોસિએશનનાં પ્રેસિડન્ટ દીપક સંઘવીએ જણાવે છે કે, કેરીના રસની જગ્યાએ મેંગો પી, મેંગો મસ્તી, મેંગો ક્રીમ, મેંગો કીલાઈટ અને મેંગો પ્લાઝાનો ટેસ્ટ મળશે.
કેટરિંગ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ અને ભાવિનભાઈ થાનકીએ કહ્યું હતું કે, આ સીઝનમાં લોકો વધુ મરી મસાલા અને ઓઈલી ફૂડ પસંદ નથી કરતાં, ગરમીમાં શાકભાજી પણ ઓછા આવતા હોવાથી પંજાબી સજી પર ભાર મૂકવામાં આવે છે જેમાં પંજાબી વૈજ હરિયાળી, હરાભરા પનીર, પનીર કાજુ કોફતા, કરસાણમાં બેક ડીશ અને લીલવા કચોરી, મેંગો, શ્રીખંડ મહો બને છે. સામાન્ય રીતે 1500 રૂપિયાની થાળી અત્યારની સિઝનમાં 500 થી 700 રૂપિયાની વચ્ચે પડે છે.
30મીએ અખાત્રીજે વણજોયું મુહૂર્ત, 12 જુનથી ગુરુનો અસ્ત
રવિવારે રાત્રીના 3.24 કલાકે થી સૂર્ય ગ્રહનો મેષ રાશિમાં પ્રવેશ સાથે મીનારક કમુહુર્તા પૂર્ણ થશે લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થશે. એપ્રીલ મહિનાના લગ્ન મુહુર્ત તા.14, 16,18, 19,20, 21, 22, 25, 29, 30 છે. આમ એપ્રિલ મહિના માં લગ્નના 10 મુહૂર્તો છે,મે માસમાં તા.1,5,7,8,9, 10, 13, 14, 15, 16, 17, 20, 23, 24. છે. મે મહિનામાં લગ્નના ૧૪ મુહૂર્તો છે.
જુન મહિનાના લગ્નના મુહુતોમાં તા.1, 2, 5, 6, 8.છે તા.12/6થી તા.7/7/25 સુધી ગુરૂ ગ્રહનો અસ્ત છે ગુરૂ ગ્રહના અસ્તમાં લગ્ન થઈ શકતા નથી. ૬ જુલાઈ ૨૦૨૫ના દિવસે દેવપોઢી એકાદશી છે આમ, દેવપોઢી જાય એટલે લગ્નના મહુર્તો હોતા નથી. 30 એપ્રીલના દિવસે અખાત્રીજનું વણજોયું મુહુર્ત છે તેમ શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન) એ જણાવ્યું હતું.