Winter Travel : મીની સ્વિટ્ઝર્લેન્ડ જોયું ?? ભારતના આ 4 સ્થળોએ શિયાળમાં ઓછા બજેટમાં કરી શકશો વિદેશ જેવી મુસાફરી
સ્વિટ્ઝર્લેન્ડ તેની સુંદર ખીણો અને પર્વતો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. વિશ્વના ઘણા દેશોના પ્રવાસીઓ સ્વિટ્ઝર્લેન્ડના ભવ્ય નજારાનો અનુભવ કરવા અહીં આવવા માંગે છે. સ્વિત્ઝર્લેન્ડ એક આકર્ષક પર્યટન સ્થળ છે, જ્યાં આખું વર્ષ હવામાન ખુશનુમા રહે છે. અહીંના બરફના પહાડો, તળાવો, ધોધ અને હરિયાળીના સુંદર કુદરતી દ્રશ્યો કોઈને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. સ્વિટ્ઝર્લેન્ડ જેવા જ ખૂબસુરત સ્થળો ભારતમાં પણ આવેલા છે.
ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જેને મિની સ્વિટ્ઝર્લેન્ડ ગણવામાં આવે છે. શિયાળાની ઋતુમાં અહીંનો નજારો સ્વિત્ઝરલેન્ડ જેવો થઈ જાય છે. જો તમે ઈચ્છો તો ભારતમાં ફિલ્મોમાં જોવા મળેલા સ્વિટ્ઝર્લેન્ડના નજારાનો આનંદ લઈ શકો છો. શિયાળાની ઋતુમાં અમુક સ્થળોની મુલાકાત લેવાનો પ્લાન બનાવો.
ગુલમર્ગ
જમ્મુ-કાશ્મીરમાં સ્થિત ગુલમર્ગની સુંદરતા જોઈને તમે તેને ભારતનું સ્વિત્ઝર્લેન્ડ ગણશો. ગુલમર્ગને સ્વર્ગનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. આ કાશ્મીરમાં સૌથી વધુ જોવાલાયક સ્થળો પૈકીનું એક છે. સુંદર લીલા ઘાસના મેદાનો, ઊંચા ક્રિસમસ ટ્રી અને બરફથી ઢંકાયેલા પર્વતો તમારા મન અને આત્માને ખુશ કરશે.
ઓલી
ઓલી એ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું એક હિલ સ્ટેશન છે જે દરિયાની સપાટીથી લગભગ 3000 મીટરની ઉંચાઈ પર છે. ઓલીને ભારતનું મીની સ્વિટ્ઝર્લેન્ડ કહેવામાં આવે છે કારણ કે તેની સુંદર ખીણો અને ઘાસના મેદાનો સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેખાય છે. શિયાળામાં લોકો સ્કીઇંગ માટે ઓલી આવે છે. ઓલી પેરાગ્લાઈડિંગ માટે પણ પ્રખ્યાત છે.
ખજ્જિયાર
હિમાચલ પ્રદેશમાં ઘણા હિલ સ્ટેશન છે, જેમાંથી ખજ્જિયારની સુંદરતા જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. ચંબા જિલ્લામાં સ્થિત ખજ્જિયાર હિલ સ્ટેશનને ભારતનું મીની સ્વિટ્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. ખાસ મેદાનો, વાદળી પાણીનું સરોવર અને જંગલ વિસ્તારમાંથી આવતી ઠંડી પવનની લહેર જેવા ઘણા અદભૂત દ્રશ્યો અહીં જોવા માટે છે. પાઈન અને દેવદારના ઊંચા વૃક્ષો, ચાલવા માટેના અદ્ભુત રસ્તાઓ ખજ્જિયારને વિદેશી સ્થળ જેવું બનાવે છે.
ભાદરવાહ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આવેલી સુંદર ખીણનું નામ ભદરવાહ છે. તેની પ્રાકૃતિક સુંદરતા અદ્ભુત છે. ભાદરવાહમાં લીલાછમ ઘાસના મેદાનો, ઊંચા પાઈન જંગલો અને રોમાંચક પ્રવૃત્તિઓ તેને સ્વિત્ઝર્લેન્ડ કરતાં ઓછી નથી બનાવે છે. તમે અહીં પેરાગ્લાઈડિંગનો આનંદ માણી શકો છો. કેમ્પિંગ અને ટ્રેકિંગ માટે જઈ શકો છો.