“તું મારી સાથે સૂઈશ કે નહીં?”દિલ્હી અશ્લીલ બાબાની વોટ્સએપ ચેટ લીક, UN અને બ્રિક્સના વીઝીટીંગ કાર્ડ્સ મળ્યા
દિલ્હીની શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ-રિસર્ચના ભૂતપૂર્વ ડિરેક્ટર અને સ્વઘોષિત ધર્મગુરુ સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થસારથીની ધરપકડ બાદ કરાયેલી તપાસમાં યુવતીઓને તેમણે મોકલેલા સંદેશાઓની આઘાતજનક વિગતો બહાર આવી છે. સૌથી ચોંકાવનારી વાતચીતમાં ચૈતન્યાનંદ દુબઈના શેખ સાથે “મુલાકાત’ની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરતા દેખાય છે. આ નકલી બાબા પાસેથી, તેમને યુનાઇટેડ નેશન અને બ્રિક્સના પ્રતિનિધિ દર્શાવતા બનાવટી વીઝીટીંગ કાર્ડ તથા બે પાસપોર્ટ પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચો :રૂ.8 લાખ પરત મેળવવા પોલીસ મથકના પગથિયા ઘસવા મજબૂર બન્યો રાજકોટનો યુવાન : વડાપ્રધાન સુધી કરવી પડી ફરિયાદ
ઓછામાં ઓછી 17 વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કરનાર આ બાબા હાલ પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે અને હવે તેમને આ કાર્યમાં મદદ કરનાર ઇન્સ્ટિટયૂટની ત્રણ મહિલાઓ સાથે બેસાડી અને પૂછપરત કરવામાં આવશે.ધરપકડ દરમિયાન, પોલીસે એક આઈપેડ અને ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યા, જેમાંથી એક ઇન્સ્ટિટ્યૂટના સીસીટીવી કેમેરા અને હોસ્ટેલ પરિસરનું રિમોટ એક્સેસ ધરાવતો હતો. તેમની પાસેથી યુએન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલના “પરમેનન્ટ એમ્બેસેડર” અને બ્રિક્સના “સ્પેશિયલ એન્વોય” તરીકેના નકલી વિઝિટિંગ કાર્ડ્સ પણ મળી આવ્યા છે. એ ઉપરાંત સ્વામી પાર્થ સારથી અને સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી નામના બે પાસપોર્ટ મળ્યા છે,જેમાં જન્મસ્થળ અને માતાપિતાની વિગતોમાં વિસંગતતા હતી, પોલીસે 8 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ કરી છે. તપાસકર્તાઓના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં એફઆઈઆર નોંધાયા બાદ તેમણે કથિત રીતે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને 50 લાખ રૂપિયાથી વધુની રકમ ઉપાડી હતી.
બાબાની ચેટસના અંશો
બાબા: “એક દુબઈ શેખને સેક્સ પાર્ટનર જોઈએ છે, શું તારી પાસે કોઈ સારી મિત્ર છે?”
પીડિતા: “કોઈ નથી.”
બાબા: “આ કેવી રીતે શક્ય છે?”
પીડિતા: “મને ખબર નથી.”
બાબા: “તારી કોઈ ક્લાસમેટ? જુનિયર?”..
અન્ય ચેટ્સમાં, ચૈતન્યાનંદ એક પીડિતાને “સ્વીટી બેબી ડૉટર ડોલ” જેવા સંબોધનો કરે છે અને દિવસ-રાત ઉન્માદી સંદેશા મોકલે છે:
“બેબીયયય” (સાંજે 7:49 ) “બેબી, તું ક્યાં છે?”
(રાત્રે 11:59 ) “ગુડ મોર્નિંગ બેબી”
(રાત્રે 12:40 ) “તું મારા પર કેમ ગુસ્સે છે?”
(રાત્રે 12:41 ) અન્ય એક પ્રસંગે તેમણે લખ્યું: “ગુડ ઈવનિંગ મારી સૌથી પ્રિય બેબી ડૉટર ડોલ.”
પીડિતા: “અહીં બપોર છે સર, હેપી બપોર. તમે કંઈ ખાધું સર?”
બીજી એક વાતચીતમાં, તેમણે “ડિસ્કો ડાન્સ” કરવાની મજાક કરી અને પીડિતાને જોડાવા પૂછ્યું.
એક વાતચીતમાં તે એક વિદ્યાર્થીનીને પૂછે છે, “તું મારી સાથે સૂઈશ કે નહીં?”
