ભારત ઉપર ફૂટશે ટ્રમ્પનો ટેરીફ બોમ્બ ? : અન્ય દેશો ઉપર 10% બેઝલાઇન ટેરીફ લગાવશે અમેરિકાના રાષ્ટ્રપતિ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે રેસિપ્રોકલ ટેરિફમાંથી આપેલી 90 દિવસની મુક્તિ 9 જુલાઈ 2025 ના રોજ સમાપ્ત થઈ રહી છે, આ ડેડલાઇન બાદ ટેરીફ લાગુ થતાં દુનિયા સંખ્યાબંધ દેશોના વેપારને માઠી અસર પહોંચી શકે છે. એવામાં ટ્રમ્પ વહીવટીતંત્ર 100 દેશો પર 10 ટકા બેઝલાઈટ ટેરિફ લાદવાની તૈયારી કરી રહી છે.જો કે, ભારત ઉપર વધુ ટેરીફ લાગુ થાય તેવી અટકળો છે.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે બેઝલાઈટ ટેરિફ લાગુ કરવા અંગે પુષ્ટિ કરી છે. સ્કોટ બેસન્ટે કહ્યું છે કે બેઝલાઇન ટેરિફ વ્યાપકપણે લાગુ થશે. આ ટેરિફ એ દેશો પર પણ લાગુ થશે જેની સાથે હાલમાં વાટાઘાટો ચાલી રહી છે.

જોકે એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું, “એ જોવાનું રહેશે કે હાલ વાટાઘાટો કરી રહેલા દેશો સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કેવી રીતે વ્યવહાર કરે છે? મને લાગે છે કે લગભગ 100 દેશો પર ઓછામાં ઓછા 10% ના પારસ્પરિક ટેરિફ લાગુ થશે.”
આ પણ વાંચો : આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં : ભાજપ, કોંગ્રેસ માટે વોર્નિંગ બેલ ! પ્રજાને હાલ બે વિપક્ષ મળ્યા જેવો તાલ
ડોનાલ્ડ ટ્રમ્પ 12 દેશો પર વધુ પડતા ટેરિફ લાગુ કરી શકે છે, આ અંગે સોમવારે જાહેરાત કરવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પે લગભગ 12 દેશો માટે ટ્રેડ લેટર સાઈન કર્યા છે. સોમવારે આ પત્રો ‘ટેક ઈટ ઓર લીવ ઈટ’ અલ્ટીમેટમ સાથે તમામ 12 દેશોને મોકલવામાં આવશે. આ 12 દેશોમાં ભારત, જાપાન અને યુરોપિયન યુનિયન સામેલ હોઈ શકે છે.
ટ્રમ્પે વહીવટીતંત્રએ ભારત પર 26% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી, હાલ આ ટેરીફ પરનો કામચલાઉ પ્રતિબંધ પણ 9 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. જો ત્યાં સુધીમાં ભારત-અમેરિકા વચ્ચે કોઈ વચગાળાનો કરાર ન થાય, તો આ ટેરિફ ભારતીય નિકાસને અસર કરી શકે છે.
