યુક્રેન યુદ્ધ અંગેના લખાણ મુદ્દે વિવાદનું સમાધાન થશે?
જોઈન્ટ સ્ટેટમેન્ટમાં સર્વ સંમતિ સાધવા પ્રયાસ
મોડી રાત્રી સુધી મંત્રણાઓનો ધમધમાટ.
G20 સંમેલનના સંયુક્ત નિવેદન માં યુક્રેન યુદ્ધ અંગેના લખાણ મુદ્દે સભ્ય દેશો વચ્ચેના મત મતાંતરને સમાપ્ત કરવા માટે શુક્રવારની મોડી રાત સુધી વિવિધ દેશના શેરપાઓ વચ્ચે મંત્રણાઓનો ધમધમાટ ચાલુ રહ્યો હતો.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ 38 પાનાના આ સંયુક્ત નિવેદનમાં યુક્રેન યુદ્ધ અને તેમાં રશિયાની ભૂમિકા અંગેના લખાણ બાબતે ચીન રશિયા અને અન્ય કેટલાક સભ્ય દેશોએ વિરોધ દર્શાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમના દેશોએ યુદ્ધમાં રશિયાની ભૂમિકાની અત્યંત કડક શબ્દોમાં આલોચના કરવાનો આગ્રહ રાખ્યો હતો. આ સંજોગોમાં યુક્રેન યુદ્ધના ઉલ્લેખ અંગે એક કરતાં વધારે વખત લખાણ બદલવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ અંતે એ મુદ્દે મહદ અંશે સંમતિ સાધવામાં સફળતા મળી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઇન્ડોનેશિયાના બાલી ખાતે યોજાયેલા g-20 સંમેલનના અંતે પણ આ મુદ્દે જ વિવાદ થયો હતો અને ત્યારે પણ સૌને માન્ય હોય એવું લખાણ કરવામાં ભારતની મુખ્ય ભૂમિકા રહી હતી. શનિવારે એક તરફ જી-20 ના શત્રો ચાલુ હતા ત્યારે પણ સંપત્તિ ત્રાસોના પ્રતિનિધિઓ વચ્ચે આ મડાગાઠ ઉકેલવા માટેના પ્રયાસો અવિરત જારી રખાયા હતા.
