શુ રવિન્દ્ર જાડેજા પણ ટેસ્ટ ક્રિકેટને કહી દેશે અલવિદા…?? સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ, જાણો શું આપ્યા સંકેત
થોડા દિવસ પહેલા જ અશ્વિને ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. રોહિત અને કોહલી પણ નિવૃતિની જાહેરાત ટૂંક સમયમાં જ કરશે એવા સમાચારો પણ વહેતા થયા હતા. ઓસ્ટ્રેલીયા સામેની છેલ્લી મેચમાં તો રોહિત શર્માએ ટીમનું સુકાનપદ પણ નહોતું સાંભળ્યું ત્યારે હવે આ બધી બાબતો વચ્ચે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેશે તેવી અટકળો તેજ થઈ ગઈ છે. જાડેજાએ પોતાના ODI ક્રિકેટ ભવિષ્ય અંગે અનિશ્ચિતતા વચ્ચે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક રહસ્યમય પોસ્ટ પોસ્ટ કરી છે. આ પોસ્ટથી ક્રિકેટ વર્તુળોમાં હલચલ મચી ગઈ છે કે શું રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનું વિચારી રહ્યો છે. એવા પણ અહેવાલો છે કે ભારતીય ક્રિકેટ થિંકટેન્ક આગામી 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાડેજાને ટીમમાં સામેલ કરવાના મૂડમાં નથી.
જાડેજાએ સોશિયલ મીડિયા પર જે પોસ્ટ શેર કરી છે. તેમાં, તેણે ટેસ્ટ જર્સીના પાછળના ભાગનો ફોટો પોસ્ટ કર્યો, જેના પર તેના શર્ટ નંબર ‘8’ લખેલું છે. સિડની ટેસ્ટમાં પહેલી ગુલાબી જર્સીનો ફોટો શેર કર્યો. જાડેજાની પોસ્ટ જોઈને ક્રિકેટ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની યોજના બનાવી છે અને સિડની ટેસ્ટ મેચ તેની છેલ્લી ટેસ્ટ મેચ હોઈ શકે છે.
Ravindra Jadeja's Instagram story. 🌟🇮🇳 pic.twitter.com/vacB7do0HB
— Tanuj Singh (@ImTanujSingh) January 10, 2025
રવિન્દ્ર જાડેજાએ જૂનમાં રમાયેલા 2024ના T20 વર્લ્ડ કપ પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે તે ફક્ત ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમતો જોવા મળે છે. તાજેતરમાં જ જાડેજા ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો. પાંચ મેચની શ્રેણીમાં, જાડેજાને ત્રણ મેચમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ બનાવવામાં આવ્યો હતો. શું જાડેજા હવે આગામી ટેસ્ટ શ્રેણી પહેલા આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે? તેમની એક પોસ્ટ પછી આ પ્રશ્ન ઝડપથી ઉઠાવવામાં આવી રહ્યો છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો છેલ્લો ટેસ્ટ સિડનીમાં રમાયો હતો, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમોની જર્સીમાં ગુલાબી રંગ જોવા મળ્યો હતો. હવે જાડેજાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા તે જ સિડની ટેસ્ટ જર્સીનો ફોટો શેર કર્યો છે. જર્સી પર જાડેજાનું નામ અને તેમનો નંબર ‘8’ દેખાય છે. જડ્ડુની આ સ્ટોરી પછી, સોશિયલ મીડિયા પર ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે ભારતીય ઓલરાઉન્ડર હવે T20 આંતરરાષ્ટ્રીય મેચ પછી ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનું વિચારી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે જાડેજાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રણ ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે 27 ની સરેરાશથી 135 રન બનાવ્યા હતા અને બોલિંગ કરતી વખતે 4 વિકેટ લીધી હતી. નોંધનીય છે કે ગાબ્બામાં રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટ પછી, જડ્ડુના ભાગીદાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. જોકે, જાડેજા દ્વારા ફક્ત જર્સીનો ફોટો શેર કરવામાં આવ્યો છે, જ્યારે નિવૃત્તિ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી.
જાડેજાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
રવિન્દ્ર જાડેજાએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ૮૦ ટેસ્ટ અને ૧૯૭ વનડે રમી છે. આ ઉપરાંત, તેણે 74 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી. ટેસ્ટમાં, જડ્ડુએ 3370 રન બનાવ્યા છે અને 323 વિકેટ લીધી છે. આ ઉપરાંત, જાડેજાએ વનડેમાં 2756 રન બનાવ્યા છે અને 220 વિકેટ લીધી છે. બાકીની T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે 515 રન બનાવ્યા અને 54 વિકેટ લીધી.