રાહુલ પાંચમીવાર અને શશી થરૂર ચોથિવાર સંસદમાં જઈ શકશે ?
આજના મતદાનમાં ટોચના ઉમેદવારોનું ભાવિ સીલ: હેમા માલિની, ઓમ બિરલા,અરુણ ગોવિલ, 3 કેન્દ્રીય મંત્રીઓએ પ્રચારમાં મહેનત કરી
આજે લોકસભાની ચુંટણી માટેના બીજા તબક્કાનું મતદાન 13 રાજ્યોમાં 89 બેઠકો માટે થઈ રહ્યું છે. આ જંગમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, ભાજપના નેતાઓ હેમા માલિની, 3 કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, ગજેન્દ્રસિંહ અને કૈલાશ ચૌધરી અનુક્રમે થિરૂવનંતપુરમ, જોધપુર અને બાડમેર બેઠકોથી મેદાનમાં છે અને એમના ભાવી આજે ઇવીએમમાં કેદ થઈ ગયા છે.
જો કે બધાની નજર વાયનાડ બેઠક પર રહી છે. અહીં રાહુલ બીજીવાર મેદાનમાં છે. 2019 માં તેઓ અહીં જીત્યા હતા. હવે આ વખતે અહીં ત્રિકોણીય મુકાબલો છે. એમની સામે ભાજપના કે. સુરેન્દ્રન અને ડીએમકેના એની રાજા લડે છે. તેઓ 4 વખતના સાંસદ છે. રાહુલ 5 મી વાર સંસદમાં જઈ શકશે ? તે 4 થી જૂને જ ખબર પડશે
એ જ રીતે શશી થરૂર 3 વાર સાંસદ સભ્ય રહ્યા છે. ચોથિવાર તેઓ તીરુંવનંતપુરમ બેઠક પર લડી રહ્યા છે. એમની સામે ભાજપના રાજીવ ચંદ્રશેખર છે. રાજીવ પણ 3 વાર સંસદ સભ્ય રહી ચૂક્યા છે. એ જ રીતે કોટા બેઠક પર ભાજપના નેતા અને લોકસભાના પૂર્વ અધ્યક્ષ ઓમ બિરલા મેદાનમાં છે. મેરઠમાં રામાયણ સિરિયલના રામ અને અભિનેતા તથા ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ ભાગ્ય અજમાવી રહ્યા છે.
હેમા માલિની યુપીની મથુરા બેઠક પર ફરી મેદાને પડ્યા છે. તેઓ 2 વાર સાંસદ રહી ચૂક્યા છે અને ત્રીજી વાર સંસદમાં જવા આતુર છે. આ બધા ઉમેદવારોએ રાત દિવસ પ્રચાર કર્યો છે અને એમને સારો પ્રતિસાદ સાંપડ્યો છે.