શું મુન્નાભૈયા ફરી મિર્ઝાપૂરમાં ભૌકાલ મચાવશે ?? 24 કલાક બાદ રલીઝ થશે સિઝન-3નો બોનસ એપિસોડ
મિર્ઝાપૂરની સિઝન 1-2 જોયા બાદ સિઝન 3 જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત હતા પરંતુ આ સિરઝમાં ફેન્સના ફેવરિટ મુન્નાભૈયા ભૌકાલ મચાવતા જોવા મળ્યા નહોતા. આને કારણે અનેક લોકો નિરાશ પણ થયાં હતા ત્યારે આવી સ્થિતિમાં, ચાહકોએ મેકર્સ પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા અને મુન્ના ભૈયાને શોમાં લાવવાનું પણ કહ્યું. હવે લાગે છે કે ‘મિર્ઝાપુર’ના નિર્માતાઓએ તેની વાત સાંભળી લીધી છે. હવે શોના બોનસ એપિસોડની જાહેરાત કરવામાં આવી છે. તેના પ્રોમોમાં મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુ શર્મા જોવા મળે છે.
મુન્ના ભૈયા પાછા આવી રહ્યા છે ?
આ પ્રોમોમાં મુન્ના ભૈયા પોતાના ફેન્સ સાથે વાત કરી રહ્યો છે. તે કહે, હમ કયા ગયે પૂરા બવાલ મચ ગયા. સૂના હૈ હમારે લોયલ ફેન્સ હમે મિસ કર રહે હૈ. સિઝન 3મે કુછ ચીઝે મિસ કિયે આપ. જસ્ટ ફોર યુ મુન્ના ત્રિપાઠી કે સૌજન્ય સે. કયુકી હમ કરતે હૈ પહલે સોચતે હૈ બાદમે. આ સાથે લખ્યું છે કે ‘મિર્ઝાપુર’ સિઝન 3નો બોનસ એપિસોડ આવવાનો છે. આ એપિસોડ 30 ઓગસ્ટે આવશે અને તમે તેને Amazon Prime Video પર જોઈ શકશો.
અભિનેતા દિવ્યેન્દુ શર્મા ઉર્ફે મુન્ના ભૈયા ‘મિર્ઝાપુર 3’માં ન હોવા પર ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી. પ્રેક્ષકોને અપેક્ષા હતી કે સીઝન 2 માં બની રહેલી ઘટનાઓ પછી, પંકજ ત્રિપાઠીનું પાત્ર કાલીન ભૈયા અને દિવ્યેન્દુનું પાત્ર મુન્ના ભૈયા બંને સીઝન 3 માં પાછા ફરશે. હવે કાલીન ભૈયા ‘મિર્ઝાપુર 3’માં આવ્યા હતા, પરંતુ નિર્માતાઓએ તેમના મૃત્યુ પછી મુન્ના ભૈયાનું પાત્ર પાછું લાવ્યું નથી. આવી સ્થિતિમાં, દર્શકોએ કહ્યું કે શોની નવી સીઝન તેના વિના નિસ્તેજ રહી.
યુઝર્સે મુન્ના ભૈયાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ટ્વિટ અને પોસ્ટ શેર કરી હતી. તેમની એક જ માંગ હતી કે મુન્ના ભૈયા ‘મિર્ઝાપુર 3’માં પરત ફરે. વળી, યુઝર્સે કહ્યું કે દિવ્યેન્દુ શર્મા વિના શો પહેલા જેવો મજેદાર નહોતો. હવે શોના બોનસ એપિસોડના પ્રોમો પરથી લાગે છે કે ચાહકો મુન્ના ભૈયાને જોવાની આશા રાખી શકે છે. તમે પ્રાઇમ વિડિયો પર 30 ઓગસ્ટના રોજ નવા એપિસોડમાં ફરી ભૌકાલ મચાવતા જોઈ શકો છો.