કેજરીવાલને રાહત મળશે ? આજે હાઇકોર્ટ ફેસલો આપશે
ધરપકડ સામે કેજરીવાલે અરજીકરી હતી
દારૂનીતિ કાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇડી દ્વારા પોતાની ધરપકડની વિરુધ્ધમાં કરેલી અરજી પર દિલ્હી હાઇ કોર્ટ મંગળવારે એટલે કે આજે ફેસલો આપશે. કેજરીવાલે પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવી તેને હાઇ કોર્ટમાં પડકારી છે.
આ પહેલા હાઇ કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળીને ફેસલો અનામત રાખી દીધો હતો. સુનાવણી દરમિયાન ઇડીના વકીલે કહ્યું હતું કે કેજરીવાલે નાણાકીય હેરાફેરી કરી છે અને તેઓ માસ્ટરમાઈન્ડ રહ્યા છે. તેઓ તપાસમાં સહકાર આપતા નથી.
કેજરીવાલ વતી એડવોકેટ અભિષેક સિંધવીએ દલીલો કરી હતી અને કેજરીવાલની ધરપકડની કઈ જરૂર જ હતી નહિ તેમ કહીને ધારદાર દલીલો કરી હતી. હવે આજે હાઇ કોર્ટ ફેસલો આપશે.