શું જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટને કહી દેશે અલવિદા? પૂર્વ ભારતીય બેસ્ટમેને કર્યો મોટો દાવો, જાણો શું છે કારણ
થોડા સમય પહેલા જ વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર.અશ્વીન સંન્યાસ લઇ ચુક્યા છે ત્યારે હવે શું ટિમ ઇન્ડિયાના બેસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ સંન્યાસ લેશે કે કેમ તેવા સમાચારો વહેતા થયા છે. માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સંપૂર્ણપણે નિસ્તેજ દેખાતો હતો. તેને જોઈને એવું લાગતું હતું કે તે સંપૂર્ણપણે ફિટ નથી. આ દરમિયાન, એક ભૂતપૂર્વ ક્રિકેટરે દાવો કર્યો છે કે બુમરાહ ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.

ભારતીય ક્રિકેટ ટિમ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે ત્યારે આ સિરીઝ જીતવા માટે ટિમને બુમરાહની ખાસ આવશ્યકતા છે. ધાની નજર તેના પર હતી. એવું માનવામાં આવતું હતું કે જો ભારતે સિરીઝ જીતવી હોય તો બુમરાહનું પ્રદર્શન જરૂરી છે. જોકે, આ સિરીઝમાં બુમરાહ જે ફોર્મમાં જોવા મળી રહ્યો હતો તે ફોર્મમાં દેખાયો ન હતો. પૂર્વ ભારતીય બેટ્સમેન મોહમ્મદ કૈફે દાવો કર્યો છે કે બુમરાહ ઇંગ્લેન્ડ સિરીઝ પછી ટેસ્ટને અલવિદા કહી શકે છે.
શું કહ્યું પૂર્વ ભારતીય બેટ્સમેને
પૂર્વ ભારતીય બેટ્સમેન મોહમ્મદ કૈફે તેના એક વીડિયોમાં એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે કે બુમરાહ આવનારા સમયમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દેશે કારણ કે તેનું શરીર તેને સાથ આપી રહ્યું નથી. કૈફે કહ્યું, “જસપ્રીત બુમરાહ, મને લાગે છે કે તમે તેને આગામી ટેસ્ટ મેચોમાં રમતા નહીં જુઓ અને તે નિવૃત્તિ પણ લઈ શકે છે. તે તેના શરીર સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તે ધીમી બોલ ફેંકી રહ્યો છે. આ ટેસ્ટ મેચમાં ગતિ દેખાઈ ન હતી અને તે એક સ્વાભિમાની વ્યક્તિ છે. જો તેને લાગે કે હું દેશ માટે 100 ટકા આપી શકતો નથી, હું મેચ જીતી શકતો નથી, હું વિકેટ લઈ શકતો નથી, તો તે પોતે જ ના પાડી દેશે.
આ પણ વાંચો : રેલવે દ્વારા મોટી કાર્યવાહી : 2.5 કરોડ IRCTC યુઝર ID કર્યા ડીએક્ટિવેટ, શું તમારું પણ એકાઉન્ટ થયું બંધ?
બુમરાહ દેશ માટે રમવા માંગે
કૈફે કહ્યું કે બુમરાહમાં હજુ પણ જુસ્સો છે અને તે દેશ માટે રમવા માંગે છે, પરંતુ તેણે પોતાનું શરીર સાથ આપી રહ્યું નથી. તેમણે કહ્યું, “બુમરાહમાં પણ એ જ જુસ્સો છે. દેશ માટે રમવાની એ જ તીવ્રતા. પણ એ માણસ પોતાના શરીર સામે હારી ગયો છે. એ પોતાની ફિટનેસ સામે હારી ગયો છે. આ ટેસ્ટ મેચમાં એ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે,આગળ જતાં ટેસ્ટ મેચોમાં સમસ્યાઓ આવશે. પહેલા વિરાટ કોહલી ગયો, રોહિત શર્મા ગયો, અશ્વિન નથી. હવે કદાચ બુમરાહનો વારો છે. મને લાગે છે કે ચાહકોને તેના વિના ટેસ્ટ મેચ જોવાની આદત પાડવી પડશે.