કોંગ્રેસને પરાજય કેમ મળ્યો ? : પરિણામોની સમિક્ષા માટે મુકુલ વાસનિક આવ્યા
કોંગ્રેસ ભવન ખાતે બેઠકોનો ધમધમાટ : જિલ્લા પ્રમુખોને પણ બોલાવાશે
લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે આવ્યા છે.વાસનિકે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ,ધારાસભ્યો,હોદેદારો અને આગેવાનો સાથે બેઠક શરૂ કરી છે.આ બેઠકમાં ચુંટણીના પરિણામ અંગે ચર્ચા કરવામાં આવશે.
મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે ગુજરાતના પરિણામો અમારી અપેક્ષા મુજબ નથી આવ્યા જેથી પરિણામ અંગે ચર્ચા કરવામાં આવશે અને સંગઠનને મજબૂત કરવામાં આવશે.મુકુલ વાસનિકે જણાવ્યું હતુંકે ચૂંટણી દરમિયાન ઘણી ઘટનાઓ થઇ છે.ભારતના બંધારણમાં જે જોગવાઈ નથી તેનાથી વિપરીત વાતો લઇ આગળ વધ્યા છે.કેટલાક નેતાઓ એવા છે જે બંધારણને માનતા જ નથી.આવા લોકોને ચૂંટણી કમિશને રોકવા જોઈએ.ઇન્ડિયા ગઠબંધને ચૂંટણી કમિશનને રજૂઆત કરી છે પરંતુ કોઈ પગલાં ન લેવાય.અન્ય કોઈ હોત તો પગલા લેવાયા હોત.અમે પોલિટિકલ અફેર્સ કમિટી સાથે બેસી ચૂંટણી પરિણામો અંગે સમીક્ષા કરીશું.
કોંગ્રેસ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સારા પરિણામો નથી રહ્યા ત્યાંના નેતાઓ સાથે બેઠક કરશે.ગુજરાતના પરિણામો અમારી અપેક્ષા મુજબ નથી આવ્યા.આગામી સમયે જિલ્લા પ્રમુખો સાથે પણ બેઠક થશે.ગુજરાત કોંગ્રેસની વિચારધારાની ભૂમિ રહી છે.અમે લોકોના વિશ્વાસ સંપાદિત કરવામાં સફળ નથી રહ્યા પણ અમને વિશ્વાસ છે કે લોકો જોડાશે.