કટપ્પાને બાહુબલી કો ક્યું મારા ?? પ્રભાસની ફિલ્મ બાહુબલી – પાર્ટ 1 ફરી થીયેટરોમાં થઈ શકે છે રી-રીલીઝ
પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ આ વર્ષે તેની રિલીઝની દસમી વર્ષગાંઠ ઉજવશે. એસ.એસ. રાજામૌલી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 2015 માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી અને તેણે બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી હતી.
‘બાહુબલી ભાગ ૧’ ક્યારે ફરીથી રિલીઝ થશે?
તેલુગુ ૧૨૩ ના અહેવાલ મુજબ, એસ.એસ. રાજામૌલીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક, બાહુબલી, 10 જુલાઈ, 2025 ના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે. ‘બાહુબલી: ધ બિગિનિંગ’ ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. ફિલ્મનું ફરીથી રિલીઝ થવું એ પ્રભાસના ચાહકો માટે ભેટ હશે. જોકે, નિર્માતાઓ દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
બોલિવૂડમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, S.S રાજામૌલીની આ ફિલ્મ 10 જુલાઇ 2025ના રોજ ભવ્ય ઉજવણી સાથે સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ કરી રહ્યા છે. સૌ કોઇ જાણે છે કે આ ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. ત્યારબાદ ‘બાહુબલી – ધ કન્ક્લુઝન’ એ કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા.
રાજામૌલીની આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ જેણે દક્ષિણ સિનેમાને નવી ઉડાન આપી. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત રાણા દગ્ગુબાતી , અનુષ્કા શેટ્ટી અને તમન્ના ભાટિયાએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. પરંતુ પ્રશ્ન એ છે કે, શું રાજામૌલી, અન્ય ઘણા ફિલ્મ નિર્માતાઓની જેમ, ‘બાહુબલી’ ની રિલીઝ સાથે તેની નવી સિક્વલની જાહેરાત કરશે ?
શૂટિંગ દરમિયાન ઘણા મોટા નિયમો તોડવામાં આવ્યા હતા
એ વાત જાણીતી છે કે આ ફિલ્મ બનાવતી વખતે, રાજામૌલી અને તેમની ટીમે ઘણા નિયમો તોડ્યા હતા અને ફિલ્મ સમુદાય પણ તેમની વિરુદ્ધ થઈ ગયો હતો. પરંતુ જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર 650 કરોડ રૂપિયાનું જંગી કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા. આ ફિલ્મે પ્રભાસને આંતરરાષ્ટ્રીય સ્ટાર બનાવ્યો, પરંતુ આ પછી પ્રભાસે ઘણી ફિલ્મો કરી, જોકે તેમને બોક્સ ઓફિસ પર એટલો પ્રતિસાદ મળ્યો નહીં. આખરે, પ્રભાસ ‘સલાર’ દ્વારા તે જાદુ કરવામાં સફળ રહ્યો.