કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ સવાલ કર્યો
કાલાબૂર્ગી બુધ્ધવિહાર ખાતે 67 માં ધર્મચક્ર પરિવર્તન દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે કરેલા કેટલાક નિવેદનોને કારણે વિવાદ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે હિન્દુઓ બુધ્ધને વિષ્ણુનો નવમો અવતાર તો માને છે પરંતુ ભગવાન બુદ્ધની વિચારધારાને અપનાવતા નથી. તેમણે કહ્યું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
પુરુષાર્થ નહીં કરો તો ભગવાન પણ મદદ નહીં આવ પોતાના પ્રવચનમાં તેમણે ડોક્ટર ભીમરાવ આંબેડકરે 1956 માં નાગપુર ખાતે કરેલા સામુહિક ધર્મ પરિવર્તનની ઘટના યાદ દેવડાવી હતી. તેમણે કહ્યું કે એ જ દિવસે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ રેલી હતી. સંઘ મનુબસ્મૃતિ ને અનુસરી અને સમાજમાં અસમાનતા નો ફેલાવવા માંગતું હતું જ્યારે ડોક્ટર આંબેડકરે બુદ્ધની ફિલોસોફી મુજબ સમાનતા અને સમાન અધિકારોના પક્ષમાં ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમણે કહ્યું કે બુદ્ધની ફિલોસોફી વ્યવહાર અને વિજ્ઞાન આધારિત છે. દેશનો વિકાસ કરવો હશે તો વૈજ્ઞાનિક અભિગમ જ અપનાવો પડશે.
શું કહ્યું દેવતાઓ અંગે?
ખડગેએવકહ્યું કે એ સમયે ભારત ગરીબ દેશ હતો. લોકો ભૂખે મરતા હતા. ઘઉ માટે અમેરિકા પર દેશ આધારિત હતો ત્યારે નેહરુએ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા ભારતને વિકાસના પથ પર દોર્યો. ગ્રીન રિવોલ્યુશન થકી ભૂખમારો ભૂતકાળ બન્યો. સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બન્યો. તેમણે કહ્યું કે એવું કહેવાય છે કે 33 કરોડ દેવી-દેવતા છે. તો એ દેવતાઓએ અનાજ કેમ પૂરું ન પાડ્યું? ભૂખમરો કેમ ન રોક્યો? તેમણે ઉમેર્યું કે બધું કુદરતના કાનૂન મુજબ ચાલે છે. તમે એને બદલાવી શકતા નથી એ ભગવાન બુધ્ધનો વૈજ્ઞાનિક અભિગમ હતો.