દેશના નવા મુખ્ય નાયયમૂર્તિ તરીકે સીજેઆઈ ચંદ્રચુડે કોના નામની ભલામણ કરી ? જુઓ
દેશને હવે થોડાક દિવસો બાદ નવા મુખ્ય ન્યાયમૂર્તિ મળશે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડનો નવેમ્બરમાં કાર્યકાળ પુરો થવા જઇ રહ્યો છે. દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમણે જસ્ટિસ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી છે. ખાસ વાત એ છે કે જસ્ટિસ ખન્ના સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ છે. જસ્ટિસ ખન્ના પણ મે 2025 માં નિવૃત થશે. તેમણે વકીલ તરીકે વર્ષ 1983 માં શરૂઆત કરી હતી.
કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં સીજેઆઇ ચંદ્રચૂડે જસ્ટિસ ખન્નાને તેમના ઉત્તરાધિકારી બનવાની ભલામણ કરી છે. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ 13 મે 2016 માં પહેલીવાર સર્વોચ્ચ અદાલતના જજ બન્યા હતા. તો બીજી તરફ જસ્ટિસ ખન્ના 18 જાન્યુઆરી 2019 માં સુપ્રીમ કોર્ટના પ્રથમ જજ બન્યા હતા. તે પહેલાં તે દિલ્હી હાઇકોર્ટ સહિત ઘણી ટ્રિબ્યુનલમાં સેવાઓ આપી ચૂક્યા છે. ચંદ્રચૂડ 10 મી નવેમ્બરે નિવૃત થશે.
નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટના અનુસાર એક્ઝિક્યુટિવ ચેરમેનની યાદીમાં સામેલ જસ્ટિસ ખન્ના 13 મે 2025ના રોજ નિવૃત થઇ રહ્યા છે. એવામાં જો તે નવેમ્બરમાં પદ સંભાળશે તો તે લગભગ 6 મહિના સીજેઆઈ તરીકે સુપ્રીમ કોર્ટમાં સેવા આપશે.
જસ્ટિસ ખન્ના બાદ આગામી સીજેઆઈ તરીકે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવાઇનું નામ ચર્ચામાં છે. તે મે 2025 માં આ પદ સંભાળી શકે છે.