નીટ પેપર લીક કેસમાં કોનું નામ આવ્યું સામે ? વાંચો
નીટ પેપર લીક કેસમાં દરેક પસાર થતા દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. આ પેપર લીક કેસમાં પોલીસે અત્યાર સુધીમાં અનેક આરોપીઓની ધરપકડ કરી છે, જેમની પૂછપરછ ચાલુ છે. દરમિયાનમાં શુક્રવારે એક નવું નામ સામે આવ્યું હતું. પેપર લીક કેસમાં બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વીના અંગત સચિવ (પીએ)નું નામ પણ સામે આવ્યું છે ત્યારે તેજસ્વીએ કહ્યું હતું કે જો મારા પીએસની ભૂલ હોય તો સરકારે તેની ધરપકડ કરવી જોઈએ,
પેપર લિકના એક આરોપી સિકંદરે આર્થિક અપરાધ શાખાની પૂછપરછમાં વધુ એક યુવકનું નામ આપ્યું હતું અને કહ્યું હતું કે સચિન મુખિયા નામના યુવકે લીક થયેલા પેપરોની સપ્લાઈ કરી હતી. હવે આ નાલંદાના યુવકની તલાશ કરવામાં આવી રહી છે. એજન્સીઓ તેને ચારેકોર શોધી રહી છે.
બીજી બાજુ આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, “જ્યાં પણ બીજેપી શાસિત રાજ્ય છે, પછી તે બિહાર હોય, ગુજરાત હોય કે હરિયાણા, ત્રણેય જગ્યાએ પેપર લીક થયું છે. હું મુખ્યમંત્રીને કહું છું કે મારા આસિસ્ટન્ટને બોલાવીને પૂછપરછ કરો. પરંતુ સવાલ એ છે કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફક્ત આરોપ મૂકી રહ્યા છે. અપરાધ શાખાએ આજ સુધી આ વિશે કશું કહ્યું નથી.
