સીએએ સામે કોણ ગયું સુપ્રીમ કોર્ટમાં ? વાંચો
શું કરી છે વિરોધમાં દલીલ ?
દેશમાં સોમવારે નાગરિકતા સુધારા કાયદો લાગુ કરી દેવાયો હતો અને તેની સામે મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે પરંતુ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો. ઇંડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા તેની સામે અરજી દાખલ કરવામાં આવી હતી અને આ કાયદા પર તત્કાળ રોક લગાવવાની માંગણી કરાઇ હતી.
અર્જન્ટ અરજીમાં લીગ દ્વારા એવી દલીલ કરાઇ છે કે આ કાયદો ગેરબંધારણીય અને ભેદભાવપૂર્ણ છે અને તે મુસ્લિમ વિરોધી છે. મુસ્લિમો સામે કોઈ જાતના એક્શન લેવાવા જોઈએ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે સીએએની કલમ 6 બીની કાયદેસરતા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કારનારામાં મુસ્લિમ લીગ પણ શામેલ થયું છે.
જો કે 2020 માં આ કાયદો બન્યા બાદ તરત જ આ સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી,પણ લાંબા સમય સુધી તેના પર સુનવણી થઈ શકી નહતી. અરજીમાં દલીલ થઈ છે કે સુપ્રીમ કોર્ટમાંથી ફેસલો આવે તે પહેલા જ તેને દેશમાં લાગુ કરી દેવાયો છે. આ કાયદો ધર્મના આધાર પર બનાવાયો છે જે ગેરબંધારણીય છે.
સુપ્રીમ કોર્ટમાં આ બાબતએ એક વર્ષથી સુનાવણી થઈ નથી ત્યારે આ કાયદા સામે થયેલી નવેસરની અરજી હવે સુપ્રીમ કોર્ટ સાંભળશે.