ઓપીનીયન પોલમાં કોને સૌથી વધુ બેઠકો ? વાંચો
કોના સર્વેમાં કોને કેટલી બેઠકો ?
લોકસભાની ચુંટણી માટેનો પ્રચાર બુધવારે સાંજે બંધ થઈ ગયો હતો પણ તે પહેલા ઈન્ડિયા ટીવી-સીએનએક્સ દ્વારા થયેલા ઓપીનીયન પોલનો અહેવાલ બહાર આવ્યો હતો જે એનડીએ અને ભાજપ માટે ખુશાલી અને ઈન્ડિયા ગઠબંધન માટે આંચકાસમાન રહ્યો છે. આ સર્વેમાં આખા દેશનો મૂડ બતાવવામાં આવ્યો હતો.
સર્વેમાં એવી હકીકત ઉજાગર થઈ છે કે એનડીએને અંદાજે 393 બેઠકો મળી શકે
છે. જો આમ થાય તો નરેન્દ્ર મોદીનું 400 પારનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 100 ની અંદર બેઠકો મળી શકે છે. આમ આ સર્વેનું તારણ ગઠબંધન માટે ચિંતાજનક રહ્યું છે.
એવું તારણ પણ નીકળ્યું છે કે ઉત્તરપ્રદેશમાં ભાજપને કૂલ 80 માંથી 76 બેઠકો મળી શકે છે. ભાજપ ગુજરાત, એમપી, રાજસ્થાન, હિમાચલ જેવા કેટલાક રાજ્યોમાં ક્લીન સ્વીપ મારી શકે છે. જ્યારે યુપીમાં સમાજવાદી પાર્ટીને ફક્ત 4 બેઠકો મળી શકે છે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે યુપીમાં તો આ વખતે કોંગ્રેસનું ખાતું જ કદાચ નહીં ખૂલી શકે .
એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ ભાજપને સૌથી વધુ બેઠકો મળી શકે છે. અહીં એકલા ભાજપને 29 બેઠકો મળવાનું અનુમાન છે. શિંદે શિવસેનાને 7, અજીત પવાર એનસીપીને 3 અને કોંગ્રેસને તો એક જ બેઠક મળી શકે છે.