કોણ ઘૂસી ગયું છે જમ્મુ કાશ્મીરમાં ? કેટલી છે સંખ્યા ? વાંચો
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાઓને લીધે ચિંતા વધી ગઈ છે. આ કાવતરા પાછળ પાકિસ્તાનનો જ હાથ છે. જો કે હવે તેની પોલ ખૂલી ગઈ છે. જમ્મુ કશ્મીરના પૂર્વ ડીજીપી એસ. પી. વેદે એવો ધડાકો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના 600 કમાન્ડો દેશમાં ઘૂસી ગયા છે. આ લોકો જમ્મુ કાશ્મીરમાં ઘૂસી ચૂક્યા છે. આતંકી હુમલા કરી રહ્યા છે.
એમણે એવી માહિતી આપી હતી કે પાકિસ્તાનની સ્પેશ્યલ સર્વિસ ગ્રુપના આ કમાન્ડો સીમા પાર કરીને ભારતમાં ઘૂસી ચૂક્યા છે. આ લોકો આતંકી હુમલાઓ કરાવી રહ્યા છે. આ ધડાકાથી સમગ્ર રાજ્યમાં અને સીમાઓ પર એલર્ટ અપાયું છે.
વેદે એમ પણ કહ્યું હતું કે આ કમાન્ડોને પાકિસ્તાને 5 મોટા મિશન સોંપ્યા છે. સ્પેશ્યલ ગ્રુપનો એવો દાવો છે કે એમની પાસે યમન, ભારત અને અફઘાનિસ્તાનનો પણ અનુભવ છે. 2010 માં આ કમાન્ડોએ હુથી વિદ્રોહીઓ સામે લડવા સાઉદી અરબ અને યમનની સહાયતા કરી હતી.
જો કે પાકિસ્તાનના આ ગ્રુપનો ડ્રોપ આઉટ દર 80 થી 90 ટકા રહ્યો છે. આ લોકોની ટ્રેનિંગ 9 મહિના સુધી ચાલે છે. 12 કલાકમાં 56 કિમી દોડીને સફર પૂરો કરવો પડે છે. આવી મુશ્કેલ ટ્રેનિંગને લીધે યુવાનો ભાગી જાય છે.
