કોને મળી સર તન સે જુદાની ધમકી ? જુઓ
ક્યાં બન્યો આ બનાવ ?
રાજસ્થાનના કોટામાં ભાજપના એક કાર્યકરના ઘરની બહાર કેટલાક બદમાશ અને તોફાની તત્વોએ સર તન સે જુદાની ધમકી આપતો પત્ર ભીત ઉપર ચોંટાડી દેતાં આ બાબતે ભારે દેકારો બોલી ગયો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી પડી હતી.
ભાજપના કાર્યકર અને પરિવારને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. પીડિત મનોજકુમારે ફરિયાદમાં એમ કહ્યું હતું કે હું જ્યારે ઘરની બહાર નીકળ્યો ત્યારે ઘરની દીવાલ પર પત્ર ચોટાડેલો હતો અને તેમાં લખ્યું હતું કે પયગંબર સાહેબનું અપમાન કરનાર માટે એક જ સજા છે અને તે છે સર તન સે જુદા.
પત્રમાં એમ પણ લખ્યું હતું કે તું હિન્દુ માટે બહુ અવાજ કરે છે અને હવે તારો અવાજ બંધ થઈ જશે. અમે હવે તને છોડવાના નથી. આ બાતની જાણ થતાં ભાજપના પદાધિકારીઓ પણ મનોજના ઘરે ગયા હતા અને હૈયાધારણ આપી હતી.
મનોજનો પરિવાર ભારે ભયભીત થઈ ગયો હતો અને પોલીસે આરોપીઓની તલાશ શરૂ કરી દીધી છે. પોલીસે એમ કહ્યું હતું કે જલ્દી જ આરોપીઓ પકડાઈ જશે . ભાજપ દ્વારા આ મુદ્દે પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું .