રાજસ્થાનમાં લૂ લાગી જતાં કોનું મૃત્યુ થયું ? વાંચો
અત્યાર સુધી કૂલ કેટલા મોત ?
રાજસ્થાનમાં જીવલેણ ગરમીના કારણે હીટ સ્ટ્રોકથી સોમવારે વધુ એકનું મોત થયું હતું. ભારત-પાકિસ્તાન બોર્ડર પર જેસલમેર જિલ્લામાં તૈનાત બીએસએફના એક જવાનનું લૂ લાગી જતાં મૃત્યુ થયું હતું. હવે રાજસ્થાનમાં હીટ સ્ટ્રોકના કારણે અઢી ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
જો કે, સરકારે હજુ સુધી હીટ સ્ટ્રોકના કારણે થયેલા મૃત્યુના આંકડા જાહેર કર્યા નથી. સરકારનું કહેવું છે કે ડેથ ઓડિટ બાદ નક્કી થશે કે આ મૃત્યુ હીટ સ્ટ્રોકથી થયા છે કે અન્ય કારણોસર. અત્યાર સુધી 30 ના મોત થઈ ગયા છે. હવે કેટલાક ભાગોમાં પારો 53 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
પશ્ચિમ રાજસ્થાનમાં 53 ડિગ્રી
જેસલમેરને અડીને આવેલા ફલોદીમાં તાપમાન 50 બાદ 53 ડિગ્રી સેલ્સિયસ અને બાડમેરમાં 49.0 ડિગ્રી સેલ્સિયસ હતું. સરહદ પર સ્થિત શ્રીગંગાનગરમાં તાપમાન 47.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પશ્ચિમ રાજસ્થાનના અન્ય વિસ્તારોમાં જોધપુરમાં 46.4 ડિગ્રી અને ચુરુમાં 47.6 ડિગ્રી તાપમાન હતું. રાજસ્થાનમાં છેલ્લા ચાર દિવસથી સતત હીટ સ્ટ્રોકના કેસો સામે આવી રહ્યા છે. હીટ સ્ટ્રોકના કારણે અઢી ડઝન લોકોએ જીવ ગુમાવ્યા છે. હીટવેવની સ્થિતિને જોતા સરકાર પણ એલર્ટ મોડ પર છે.
જેસલમેરમાં સરહદ પર હીટ સ્ટ્રોકનો ભોગ બનેલા સૈનિક અજય કુમાર પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના રહેવાસી હતા. અજય ભારત-પાક બોર્ડર પર ભાનુ પોસ્ટ પર તૈનાત હતો. રવિવારે યુવાન અજયની તબિયત અચાનક બગડી હતી અને થોડા સમય બાદ તેનું મૃત્યુ થયું હતું. બાદમાં અજયના મૃતદેહને રામગઢ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.