બાબા સિદ્દિકી કેસમાં પોલીસે કોની ધરપકડ કરી ? કોણ છે ? જુઓ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પ્રવીણ લોનકરની પુણેથી ધરપકડ કરી હતી. પ્રવીણ લોનકર શુબુ લોનકરનો ભાઈ છે, જેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોરેન્સ બિશ્નોઈ ગેંગ વતી હત્યાની જવાબદારી લીધી હતી. શુબુ હાલ ફરાર છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા બંને આરોપીઓને પ્રવીણ લોનકરે પુણેમાં આશ્રય આપ્યો હતો.
દરમિયાનમાં પોલીસને મળેલી બાતમી મુજબ આરોપી જાસીન અખ્તર જાલંધરનો છે અને તે લોરેન્સના ભાઈ અણમોલ સાથે જોડાયેલો છે. અખ્તરને પોલીસ શોધી રહી છે. પંજાબ પોલીસના ડોક્યુમેન્ટ પરથી મુંબઈ પોલીસને આ જાણકારી મળી છે.
બાબા સિદ્દીકી હત્યા કેસનો ફરાર આરોપી જીશાન અખ્તર સૌરભ મહાકાલનો મિત્ર નીકળ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બૉલીવુડ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકીભરી નોટ મળ્યાના સંબંધમાં સૌરભ મહાકાલની પૂછપરછ કરવા માટે પૂણે ગઈ હતી. સૌરભ મહાકાલનું સાચું નામ સિદ્ધેશ કાંબલે છે.
શૂટર શિવકુમાર ગૌતમ હજુ ફરાર છે
પોલીસે એ જ રાત્રે બાબા સિદ્દીકીને ગોળી મારનારા ત્રણમાંથી બે આરોપીની ધરપકડ કરી હતી. ત્રીજો હુમલાખોર ફરાર થઈ ગયો હતો, જેનું નામ શિવકુમાર ગૌતમ હોવાનું કહેવાય છે.
