કોલકત્તા કાંડના આરોપીનો કયો ટેસ્ટ થયો ? વાંચો
કોલકાતાની આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લેડી ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસના આરોપી સંજય રોયનો રવિવારે પોલીગ્રાફી ટેસ્ટ કરાયો હતો. આ પહેલા શનિવારે મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત કેસ સાથે સંબંધિત 6 લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે સંજય રૉયનો પૉલિગ્રાફ ટેસ્ટ પણ થવાનો હતો, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે તે થઈ શક્યો નહોતો. જેલમાં જ ટેસ્ટની કાર્યવાહી થઈ હતી.
આવી સ્થિતિમાં રવિવારે સીએફએસએલની ટીમે પ્રેસિડેન્સી જેલ પહોંચી પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આનાથી તેના તમામ સત્ય અને જુઠ્ઠાણા બહાર આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટેસ્ટમાં 3 પ્રકારના પ્રશ્નો હતા. કેસ સંબંધિત પ્રશ્નો, અપ્રસ્તુત પ્રશ્નો જેનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી અને નિયંત્રિત પ્રશ્નો જે ટેસ્ટમાં સામેલ વ્યક્તિને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે પૂછવામાં આવે છે સીબીઆઈની વિશેષ ટીમ અને સીએફએસએલના નિષ્ણાતોએ પોલિગ્રાફ ટેસ્ટમાં આરોપી સંજય રોયને પૂછવા માટે 21 પ્રશ્નોની યાદી તૈયાર કરી હતી.
સંજય રોયને કેવા સવાલ કરાયા ?
શું તમારું નામ સંજય રૉય છે?
શું ટમેટાં લાલ રંગના હોય છે?
શું તમે કોલકાતામાં રહો છો?
શું તમે ક્યારેય ખોટું બોલ્યા છે?
શું તમે જાણો છો કે મોટરસાઇકલ કેવી રીતે ચલાવવી?
તમારો મોબાઈલ નંબર જણાવો, તમારી પાસે કેટલા ફોન છે?
શું તમે પોર્ન ફિલ્મો જુઓ છો?
ઘટનાના દિવસે તમે હોસ્પિટલમાં હતા?
શું તમે પીડિતાને જાણો છો?
શું તમે પહેલા પીડિતાની છેડતી કરી છે?
શું તમે પીડિતા સાથે દુષ્કર્મ કર્યું ?
શું તમે પીડિતાની હત્યા કરી હતી?
હત્યામાં તમારી સાથે અન્ય કોઈ સામેલ હતું?
શું તમે હત્યા કર્યા બાદ હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા?
શું તમે ડૉ. સંદીપ ઘોષને જાણો છો?
શું તમે સંદીપ ઘોષને હત્યાની માહિતી આપી હતી?