કયા રાજ્યની મતગણત્રીમાં થયો ફેરફાર ? વાંચો
ચુંટણી પંચ દ્વારા શનિવારે લોકસભાની ચુંટણીની તારીખો જાહેર કરાઇ હતી પણ હવે તેમાં નજીવો ફેરફાર રવિવારે જાહેર કરાયો હતો. અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામ 4 જૂનના બદલે 2 જૂને રજૂ કરાશે તેવી જાહેરાત પંચ દ્વારા કરાઇ હતી. મતગણતરી 2 જી જૂનના રોજ થશે. 4 જૂને લોકસભાની બેઠકના પરિણામ આવશે.
બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. તેવામાં મતગણતરીનું કામ 2 જૂને કોઈપણ સંજોગોમાં પૂર્ણ થઈ જવું જોઈએ. તેને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે મતગણતરી માટે 4 જૂનની તારીખ નક્કી કરી હતી. હવે તેમાં ફેરફાર કર્યો છે. હવે મતગણતરી 2 જૂને થશે.
દેશમાં ગઈકાલે દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણીના મહાભારતનો શંખનાદ થઈ ચૂક્યો હતો. ચૂંટણી પંચે શનિવારે બપોરે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. વર્ષ 2019ની જેમ આ વખતે પણ લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે.