મણીપુર હાઇકોર્ટે કયો આદેશ ફેરવી નાખ્યો ? વાંચો
કયા આદેશ બાદ હિંસા ફાટી હતી ?
મણિપુર હાઈકોર્ટે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાના તેમના 2023ના આદેશને પલટી નાખ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે,’આ નિર્ણયથી રાજ્યમાં જાતીય અશાંતિ વધી છે. રાજ્યમાં ભડકેલી જાતિય હિંસામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થયા છે.’
27મી માર્ચે 2023માં મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા પર વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ મૈતેઈ સમુદાય દ્વારા કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ‘કોર્ટના આદેશના ફકરા 17(3)માં સુધારો કરવો જોઈએ.’ જો કે આ પુનર્વિચાર અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે પોતાના નિર્ણયમાં સુધારો કર્યો છે.
2023માં ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (એટીએસયુએમ)એ ‘આદિવાસી એકતા માર્ચ’ ચુરાચંદપુરના તોરબંગ વિસ્તારમાં કાઢવામાં આવી હતી. આ રેલી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માગને લઈને કાઢવામાં આવી હતી. મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ નો દરજ્જો આપવાની માગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે.
આ રેલી દરમિયાન આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સાંજ સુધીમાં સ્થિતિ એટલી વણસી ગઈ કે સેના અને અર્ધલશ્કરી દળોને ત્યાં તહેનાત કરવામાં આવ્યા હતા.